Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળ અધિકાર સમિતિના ખાલી પદો ભરવા સુપ્રીમનો કેન્દ્ર-રાજ્યોને આદેશ

- દરેક જિલ્લામાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્ટની રચના કરાશે

- જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો અસરકારક અમલ ન થવા અંગે પણ સુપ્રીમ નારાજ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

બાળકોના અધિકાર માટે કાર્ય કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારોના કમિશનમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તાત્કાલિક અમલ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બનેલી ખંડપીઠે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો પણ આદેશ આપ્યો છે.

ખંડપીઠે જણાવ્યું છે કે ખાલી જગ્યા ભરવામાં થતા વિલંબથી બાળકો પર વિપરિત અસર પડતી હોવાથી નવી ભરતી નહીં કરવાનું ટાળવું જોઇએ.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તમામ હઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને જુવેનાઇલ જસ્ટિસ(કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૧૫ના અસરકારક અમલ માટે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. હાઇકોર્ટને દરેક જિલ્લામાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્ટની રચના કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

Post Comments