Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરમાં જવાનો પર ટોળાનો પથ્થરમારો સેનાના ગોળીબારમાં સગીરા સહિત ત્રણનાં મોત

- આતંકવાદી બુરહાન વાનીની બીજી વરસીએ તોફાનીઓનું 'નાપાક' કૃત્ય

-સર્ચ ઓપરેશન વખતે પથ્થરમારો થતાં જવાનોએ બળપ્રયોગ કરવાની ફરજ પડી, કુલગામ અને અનંતનાગમાં ઇન્ટરનેટ સેવા

- વાનીની વરસીએ આતંકી હુમલાની ભીતિને ધ્યાનમાં રાખી શ્રીનગર નેશનલ હાઇવેના 300 કિલોમીટરના વિસ્તારમાં રેડ એલર્ટ

- તકેદારીના ભાગરૃપે અમરનાથના 15 હજારથી વધુ યાત્રાળુને જમ્મુ, ઉધમપુર, રામબાણમાં તેમજ 1000ને કઠુઆમાં જ રોકી લેવાયા


શ્રીનગર, તા. 07 જુલાઈ 2018, શનિવાર

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ખુદવાણી વિસ્તારમાં શનિવારે સવારે ભારતીય સેનાના જવાનોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક તોફાનીઓએ પથ્થરમારો કરીને લોકોને ભડકાવ્યા હતા. જવાનોએ તેમને રોકવાનો શાંતિથી પ્રયાસ કર્યો ત્યારે પથ્થરબાજોએ વધુ ઉગ્ર રીતે હિંસક વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા હતા. આ ઘટનામાં ૧૬ વર્ષની એક સગીરા સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા.

આ હિંસક પ્રદર્શનો પછી કુલગામ અને અનંતનાગમાં તંગદિલી ફેલાતા બંને જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીની બીજી વરસીને ધ્યાનમાં રાખીને પુલવામા સહિતના અનેક સ્થળે કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. પુલવામામાં વાનીના વતન ત્રાલમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, કુલગામ જિલ્લાના કોઇમોહ વિસ્તારના હાવૂરા મિશિપોરા નામના ગામમાં લોકોએ સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો પર પથ્થરમારો કર્યો હતો. હિંસક ટોળાને વિખેરવા જવાનોએ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી, જેમાં ત્રણ નાગરિકના મૃત્યુ થયા હતા અને ૧૩ને ઇજા થઇ હતી. ત્યાર પછી દક્ષિણ કાશ્મીરના કેટલાક સ્થળે ભારે તંગદિલી ફેલાઈ હતી.

વાનીની બીજી વરસીને ધ્યાનમાં રાખીને અલગતાવાદીઓની જોઇન્ટ રેસિસ્ટન્સ લીડરશીપ નામની સંસ્થાએ બંધનું એલાન જાહેર કર્યું હતું. જોકે, કાશ્મીર ખીણ સહિતના વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધના એલાન વચ્ચે અમરનાથ યાત્રા પણ ચાલુ હોવાથી પોલીસ અને સેનાએ તકેદારીના ખાસ પગલાં લીધા હતા. પોલીસે રવિવારે જ અમરનાથ યાત્રા અટકાવી દીધી હતી, જેના કારણે એક હજારથી વધુ શ્રદ્ધાળુઓને કઠુઆમાં જ રોકાઈ જવું પડયું હતું. આ સિવાય ૧૫ હજારથી વધુ યાત્રાળુઓને જમ્મુ, ઉધમપુર અને રામબાણ જિલ્લામાં રોકી દેવાયા હતા.

બુરહાન વાનીની વરસી નિમિત્તે નાના-મોટા આતંકી હુમલાની ગુપ્ત માહિતી મળી હોવાથી પોલીસે શ્રીનગર નેશનલ હાઇવેના ૩૦૦ કિલોમીટરના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. એ પહેલાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન મલિકને પણ અટકાયતમાં લેવાયા હતા. હુર્રિયત કોન્ફરન્સ (નરમપંથી)ના પ્રમુખ મીરવાઇઝ ઉમર ફારુક અને હુર્રિયત કોન્ફરન્સ (કટ્ટરપંથી)ના પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીને પણ તેમના ઘરોમાં નજરબંધ કરી લેવાયા હતા.

કુલગામના ત્રણ મૃતકોની અંતિમ યાત્રામાં આતંકીઓએ બંદૂકો લહેરાવી
આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો પર પથ્થરમારો કર્યા પછી એક સગીરા સહિત ત્રણ નાગરિકના મોત થયા હતા. આ ત્રણેયની અંતિમ યાત્રામાં કેટલાક આતંકવાદીઓ બંદૂકો લઈને હાજર રહ્યા હોવાના અહેવાલો છે. જોકે, આ આતંકીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે એ હજુ સુધી જાણી શકાયું નથી.

કુલગામના આ ત્રણેય નાગરિકોની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઊમટયા હતા. અગાઉ પણ સુરક્ષા એજન્સીઓની અથડામણમાં માર્યા ગયેલા નાગરિકોની અંતિમ યાત્રામાં આતંકવાદીઓ હાજરી આપી ચૂક્યા છે. આ જ કારણસર કેન્દ્ર સરકારે આતંકીઓના મૃતદેહ પરિવારજનોને નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.  નોંધનીય છે કે, કુલગામમાં ૧૬ વર્ષીય સગીરા અંદબીલ તેમજ શકીલ અહેમદ અને ઇરશાદ અહેમદ નામના બે યુવકના મોત થયા હતા.

Post Comments