Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાં ત્રણ વર્ષમાં ભૂખમરો વધ્યો : 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ'માં ભારત ૧૦૦મા ક્રમે

- ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)નો અહેવાલ

- ભારત જગતમાં સૌથી વધુ ખોરાક ઉત્પાદન કરે છે અને સાથોસાથ સૌથી વધુ ભૂમખરો ભોગવતી વસતિ પણ ધરાવે છે!

ગયા વર્ષે ભારત ૯૭મા ક્રમે હતું
વોશિંગ્ટન, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ભુખમરો ભારતમાં ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. વરસોવરસ દેશમાં ભુમખરાની સ્થિતિ વધારે વિકટ થતી જતી હોવાનો અહેવાલ વોશિંગ્ટન સ્થિત સંસ્થા ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)એ આપ્યો છે. આ સંસ્થા દર વર્ષે 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ' તૈયાર કરે છે. ૨૦૧૭ના ઈન્ડેક્સમાં ભારત ૧૧૯ દેશોમાંથી ૧૦૦મા ક્રમે છે. આ યાદીમાં જે દેશો પાછળ હોય તેની સ્થિતિ ગંભીર રીતે ખરાબ ગણાય છે. ભારત કરતા વધારે ભુખમરો ભોગવતા માત્ર ૧૯ દેશો જ બાકી રહ્યાં છે.

ગયા વર્ષે આ ઈન્ડેક્સમાં ભારત ૯૭મા ક્રમે હતો. રિપોર્ટ પ્રમાણે ભુખમરા બાબતે ભારતનો સ્કોર માત્ર ૩૧.૪ છે. એશિયામાં ભારત ત્રીજા ભાગની વસતી ધરાવે છે અને સાથે સાથે ભુખમરો ભોગવતા હોય એવા લોકોની સંખ્યા પણ ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં બાળકો પાંચ વર્ષના થાય એ પહેલા જ તેમને કુપોષણનો ભોગ બનવું પડે છે. દેશના કુલ બાળકો પૈકી ૨૦ ટકા બાળકો આ રીતે કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

ભારતની સ્થિતિ કેટલાક ગરીબ ગણાતા દેશો કરતાં પણ બદતર છે. રિપોર્ટ પ્રમાણે નેપાળ ૭૨મા ક્રમે છે, રોહિંગ્યા મુસલમાનોથી બદનામ થઈ રહેલો દેશ મ્યાનમાર ૭૭મા, બાંગ્લાદેશ ૮૮મા, શ્રીલંકા ૮૪માં અને ચીન ૨૯મા ક્રમે છે. ભારતના પડોશીમાં એક પાકિસ્તાનની સ્થિતિ જ વધારે ખરાબ છે. એ દેશ લિસ્ટમાં ૧૦૬મા નંબરે છે. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતની મોટી વસતીને કારણે આખો દક્ષિણ એશિયા વિસ્તાર ખરાબ કેટેગરીમાં આવી ગયો છે.

વર્ષ ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં વૈશ્વિક ગરીબીનું પ્રમાણ ૨૭ ટકા ઘટયું છે. છતાં પણ જગતમાં દર ૯ પૈકીની એક વ્યક્તિ ભુખમરા હેઠળ આવે છે. ભારતની વિચિત્રતા એ છે કે ભારત જગતનો સૌથી મોટો ફૂડ ઉત્પાદક દેશ છે. સામે પક્ષે ભારતમાં ભુખમરો ભોગવતા લોકોની વસતી પણ આખા જગતમાં સૌથી વધુ છે. એટલે કે સરકાર દેશમાં પેદા થતા અનાજને જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે.

બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ભારત)માં પણ આપણો દેશ ઘણો પછાત છે. બ્રાઝિલ લિસ્ટમાં ૧૮મા ક્રમે છે, રશિયા ૨૨મા ક્રમે, ચીન ૨૯માં અને દક્ષિણ આફ્રિકા ૫૫મા ક્રમે છે. ભારત એ બધાની અનેકગણો વધારે ભુખમરો ભોગવતો દેશ સાબિત થયો છે. દુનિયાના ૧૧૯માંથી ૫૨ દેશો એવા છે, જ્યાં ભુખમરાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવાયુ છે.

૨૦૧૭માં સૌથી ઓછો ભૂખમરો ધરાવતા દેશો

ક્રમ

દેશ

૧.

બેલારુસ

બોસ્નિયા-હર્ઝગોવાનિયા

ચીલી

ક્રોએશિયા

ક્યુબા

ઈસ્ટોનિયા

કુવૈત

લાત્વિયા

લિથુઆનિયા

૧૦

મોન્ટેનિગ્રો

૨૦૧૭માં સૌથી વધુ ભૂખમરો ધરાવતા દેશો

ક્રમ

દેશ

૧૧૦

તિમોર

૧૧૧

નાઈજર

૧૧૨

લાઈબેરિયા

૧૧૩

સુદાન

૧૧૪

યમન

૧૧૫

ઝામ્બિયા

૧૧૬

માડાગાસ્કર

૧૧૭

સિએરા લિયોન

૧૧૮

ચાડ

૧૧૯

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક

હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ

વર્ષ

ભારતનો ક્રમ

૧૯૯૨

૭૬

૨૦૦૦

૮૩

૨૦૦૮

૧૧૮

૨૦૧૨

૬૫

૨૦૧૩

૬૩

૨૦૧૪

૫૫

૨૦૧૫

૮૦

૨૦૧૬

૯૭

૨૦૧૭

૧૦૦

દર વર્ષે ૧૧૮ જ દેશ હોય એવુ નથી. અગાઉ દેશોની સંખ્યા ઓછી હતી. જેમ કે ૨૦૧૫માં ૧૦૪ દેશોમાંથી ભારતને ૮૦મો ક્રમ મળ્યો હતો. પરંતુ એટલી વાત નક્કી છે કે છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં ભુખમરાની સમસ્યા વધુ વિકરાળ બની છે.

Post Comments