Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી આપવો ન આપવો તમારી મરજી

- હોટલ માલિક નહીં વસૂલી શકે સર્વિસ ચાર્જ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2017, શુક્રવાર

હોટલ અને રેસ્ટોરન્ટમાં બિલ પર લાગતા સર્વિસ ચાર્જ પર કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી. કેન્દ્રીયમંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે સર્વિસ ચાર્જ માટે નવી ગાઈડલાઈનને મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમઓ તરફથી પણ આ અંગે મંજૂરી મળી ગઇ છે. નવા નિર્દેશો દરેક રાજ્યોને મોકલી દેવામાં આવ્યા છે. જે મુજબ પાલન નહીં થાય તો રાજ્ય હોટલ માલિકો સામે પગલા લઈ શકે છે.

પીએમઓની પાસેથી મંજૂરી અંગે પૂછવા પર કહ્યું કે કોઇપણ ગ્રાહકના બિલમાં તેની મંજૂરી વગર સર્વિસ ચાર્જને જોડશે તો ગેરકાયદેસ ગણાશે. તેની વિરૂદ્ધ ગ્રાહક સંરક્ષણ અધિનિયમની અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે. જો કે આ બાબત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશન સાથે થોડાંક દિવસ પહેલાં બેઠક યોજાઈ હતી અને આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા પણ થઇ હતી.

હોટલ અને રેસ્ટોરાંમાં જમવાનું બર્બાદ થવા પર પાસવાને ગંભીર ચિંતા વ્યક્ત કરી. પરંતુ તેમણે આ મુદ્દે કોઇ કાયદો બનાવાની સ્પષ્ટતાનો ઇન્કાર કર્યો. આ દિશામાં લોકોએ જાતે જ જાગૃત થવાની અપીલ કરી. હોટલ અને રેસ્ટોરાંમાં જાતે જ જાગૃત બની પગલાં ઉઠાવે જેથી જમવાનું બગડે નહીં.

Post Comments