Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજય રૂપાણીના એચયુએફને 2011માં ટ્રેડીંગ માટે સેબીનો રૂ.15 લાખનો દંડ

- સારંગ કેમિકલ્સ કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત કુલ 22 સામે કાર્યવાહી

- નોટિસનો રૂપાણીએ જવાબ પણ નહોતો આપ્યો, કોંગ્રેસે રૂપાણીનું રાજીનામું માંગ્યું

નવી દિલ્હી, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ સારંગ કેમિકલ્સ નામની કંપનીને મેનિપ્યુલેટિવ ટ્રેડિંગ કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના હિન્દુ અવિભક્ત કુટુંબ (એચયુએફ) સહિત ૨૨ કંપની અને વ્યક્તિને કસૂરવાર ઠેરવીને દંડ ફટકાર્યો છે.

સેબીએ આ ૨૨ લોકો સામે કુલ રૃ. ૬.૯ કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીની તપાસમાં આ ૨૨ પૈકી વિજય રૃપાણી સાથે સંકળાયેલું હિંદુ અવિભક્ત કુટુંબ પણ સામેલ છે, જેમને સેબીએ રૃ. ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિને  પણ રૃ. ૭૦-૭૦ લાખનો દંડ ભરવાનો સેબીએ આદેશ કર્યો છે. આ ૨૨ પૈકી બે શેર બ્રોકરને પણ રૃ. આઠ-આઠ લાખનો દંડ કરાયો છે કારણ કે, તેઓ થકી જ વિવિધ કંપનીઓ, વ્યક્તિઓએ ટ્રેડિંગમાં ગેરરીતિ આચરી હતી.

આ ગેરરીતિ ધરાવતા સોદા જાન્યુઆરી ૨૦૧૧થી જૂન ૨૦૧૧ વચ્ચે થયા હતા. નોંધનીય છે કે, વિજય રૃપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ ૨૦૧૬માં ચાર્જ સંભાળ્યો હતો.

મે ૨૦૧૬માં સેબીએ સિક્યુરિટીઝ માર્કેટ સંબંધિત સેબી પ્રોહિબિશન ઓફ ફ્રોડલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીઝ (પીએફયુટીપી) હેઠળ નિયમોના ઉલ્લંઘન બદલ ૨૨ એકમ, વ્યક્તિ સામે શૉ કોઝ નોટિસ જારી કરી હતી, જેમાં વિજય રૃપાણીનો પણ સમાવેશ હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ શૉ કૉઝ નોટિસનો વિજય રૃપાણીએ જવાબ પણ આપ્યો ન હતો. આ મુદ્દે કોંગ્રેસે વિજય રૃપાણીના રાજીનામાની માગ કરી છે.

નોંધનીય છે કે, સેબીએ તપાસ શરૃ કરી ત્યારે કુલ ૨૦ કંપની, વ્યક્તિ દ્વારા અયોગ્ય રીતે શેરોની ખરીદી કરાઈ હતી. આ શેરોનું વોલ્યુમ બજારના ૩૩ ટકા જેટલું હતું. એ પછી શેરો વેચવામાં આવ્યા ત્યારે તેનું વોલ્યુમ બજારના ૮૬ ટકા જેટલું હતું. સેબીએ જણાવ્યું હતું કે, રૃપાણીના એચયુએફનું કુલ વેચાણ ૮૭,૩૧૧ શેરોનું હતું.

આ આંકડો કુલ વેચાણ વોલ્યુમના ૦.૧ ટકા જેટલો છે. જો કે લાભ મેળવનારા એકમોમાં એચયુએફનો સમાવેશ નહોતો. આ કેસમાં પૂરતો સમય અપાયા પછીયે વિજય રૃપાણીના એચયુએફ સહિતના લોકોએ નોટિસનો જવાબ નહીં આપતા તેઓને દંડ ફટકારાયો હતો.

Post Comments