Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રવાસનની જાહેરતમાં રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત : ચંદીગઢ હાઇકોર્ટ

- પંજાબ, હરિયાણા અને ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે

- ટ્રાવેલ એજન્સીઓએ તમામ માધ્યમોમાં તેમની જાહેરાતમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે

ચંદીગઢ, તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

ચંદીગઢ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદા હેઠળ આદેશ આપ્યો છે કે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા તમામ માધ્યમોમાં અપાતી જાહેરાતોમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. ટ્રાવેલ એજન્સીઓ દ્વારા થતી છેતરપિંડીના કેસમાં વધારો થયો હોવાના અવલોકન બાદ હાઇકોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.

આકર્ષક યાત્રા-પ્રવાસના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સીઓ પર અંકુશ મૂકતો નિર્ણય પંજાબ-હરિયાણા હાઇકોર્ટે આપ્યો છે. ચંદીગઢ સ્થિત પંજાબ-હરિયાણા હાઇકોટેના આદેશ અનુસાર હવે ટ્રાવેલ એજન્સીઓએ જાહેરાતમાં તેમનો રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવો પડશે. વર્તમાનપત્રો, ટી.વી., પેમ્ફલેટ કે ડિજીટલ માધ્યમોમાં આપવામાં આવતી જાહેરાતોમાં ટ્રાવેલ એજન્સીઓએ તેમનો રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે.

જસ્ટિસ એ.બી. ચૌધરીએ આપેલા ચૂકાદા અનુસાર હવે પંજાબ, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિયમ હવેથી લાગુ પડશે. દિવાલો અને વાહનોમાં જોવા મળતી જાહેરાતોને પણ આ નિયમ લાગુ પડશે. જાહેરાત પ્રકાશિત કરનાર સંસ્થાએ પણ ટ્રાવેલ એજન્સીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ચકાસણી કરવાની રહેશે. જસ્ટિસ ચૌધરીના અવલોકન અનુસાર સરકારમાં રજિસ્ટ્રેશન ન ધરાવતા ઘણાં ટ્રાવેલ એજન્ટ લોકોને વિદેશપ્રવાસ માટે મોકલતા હોય છે. આવા કિસ્સાઓમાં કેટલીકવાર લોકો છેતરપિંડીનો ભોગ પણ બને છે.

આ કેસની ગત સુનાવણીમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક જિલ્લાના કલેક્ટર રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટની યાદી જાહેર કરે અને રજિસ્ટ્રેશન ન ધરાવત એજન્ટનો સંપર્ક કરવાથી બચવાની ચેતવણી આપતો માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવાનું કહેવામાં આવ્યુ હતું. રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય ક લાયસન્સ ન ધરાવતા હોય તેવી એજન્સીના માધ્યમથી પ્રવાસ કરવામાં કયા પ્રકારના જોખમો થઇ શકે છે તેની માહિતી પ્રસિદ્ધ કરવાનું પણ હાઇકોર્ટે બન્ને રાજ્યોના જિલ્લા તંત્રને કહ્યુ હતું. ફેબુ્રઆરી ૨૦૧૭માં પંજાબના જલંધર જિલ્લામાં એક ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. આ સમયગાળામાં ટ્રાવેલ એજન્ટ દ્વારા થતી છેતરપિંડીના કેસ સતત ન્યાયતંત્ર પાસે આવતા રહેતા હોવાથી ચંદીગઢ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સંશોધન હાથ ધર્યુ હતું.
 

Post Comments