Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામનાથ કોવિંદેના ૧૪મા રાષ્ટ્રપતિપદે શપથ

- ૨૧મી સદીમાં ગાંધી-દીનદયાળના સપનાના ભારતનું નિર્માણ કરીશું: કોવિંદ

- ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જે. એસ. ખેહરે કોવિંદને રાષ્ટ્રપતિપદ માટે શપથ લેવડાવ્યાકોવિંદને ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ખેહરે શપથ લેવડાવ્યા, શપથવિધિ પહેલાં કોવિંદે રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી : આપણે વંચિતોને હજુયે વધુ તકો આપીને દેશને આર્થિક રીતે જ નહીં, નૈતિક રીતે પણ આદર્શ બનાવવાનો છે : કોવિંદ :

ત્રણેય સેનાના બંધારણીય વડા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિભવનથી સંસદ જતા માર્ગ પર એક હજાર જવાનોએ પરંપરાગત 'હજાર સલામ' આપી

'આપણું વૈવિધ્ય જ આપણો આત્મા છે, આપણે પ્રાચીન ભારતના જ્ઞાાન અને સમકાલીન ભારતના વિજ્ઞાાનને સાથે લઈને ચાલવાનું છે.' :

'રાષ્ટ્રનિર્માણ ફક્ત સરકારોથી નથી થતું, સરકાર ફક્ત રચનાત્મક પ્રવૃત્તિઓને દિશા આપવામાં સહાયક બની શકે'

(પીટીઆઈ)           નવી દિલ્હી, તા.૨૫ મંગળવાર, જુલાઈ 2017
આજે રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હૉલમાં ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા સમાજના છેવાડાના લોકોને વધુને વધુ તક આપવાની હાકલ કરી હતી. ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જે. એસ. ખેહરે કોવિંદને રાષ્ટ્રપતિપદ માટે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન નવનિયુક્ત રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિભવનથી સંસદ  પરના માર્ગ પર ત્રણેય સેનાના એક હજાર જવાનોએ 'હજાર સલામ' પણ આપી હતી. આ પહેલાં કોવિંદે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું.

રામનાથ કોવિંદે ભારતને આર્થિક શક્તિની સાથે સાથે દેશ નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. કોવિંદે શુદ્ધ હિન્દીમાં ભાષણ આપતા કહ્યું હતું કે, અર્થતંત્ર અને નૈતિકતાને આપણે અલગ રીતે ના જોઈ શકીએ. ભારતનો આત્મા વૈવિધ્યતા છે. આપણું વૈવિધ્ય જ આપણને ખાસ બનાવે છે. આપણે ભારતની માટી અને પાણી પર, વૈવિધ્યસભર સંસ્કૃતિ, ભાષાઓ, પરંપરાઓ અને અધ્યાત્મ પર ગર્વ છે. આપણે અત્યાર સુધી ઘણું બધું મેળવ્યું છે, પરંતુ વર્ષ ૨૦૨૨માં સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આપણે હજુયે વધુ સારા બનવા ઘણાં પ્રયત્નો કરવાના છે. આપણે મજબૂત અર્થતંત્રની સાથે શિક્ષિત સમાજનું પણ નિર્માણ કરવાનું છે.

કોવિંદે કહ્યું હતું કે, આપણે મહાત્મા ગાંધી અને દીનદયાળ ઉપાધ્યાયના સપનાનું ભારત બનાવવાનું છે. આપણે ટેક્નોલોજી અને પરંપરા, પ્રાચીન ભારતના જ્ઞાાન અને સમકાલીન ભારતના વિજ્ઞાાનને સાથે લઈને ચાલવાનું છે. આપણે ગ્રામ પંચાયતમાં સામૂહિક ભાવનાનો વિચાર વિમર્શ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે, જ્યારે ડિજિટલ ટેક્નોલોજી આપણને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૃપ થશે. તેમાં કોઈ વિરોધાભાસ છે જ નહીં અને બીજો વિકલ્પ પણ નથી. રાષ્ટ્રનિર્માણ ફક્ત સરકારોથી નથી થતું. સરકાર ફક્ત સહાયક બની શકે છે. સરકાર મહેનતુ અને રચનાત્મક પ્રવૃત્તિઓની દિશા બની શકે છે, પ્રેરક બની શકે છે.

આ દરમિયાન કોવિંદે પોતાના જીવન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું નાનકડા ગામની માટીમાં ઉછર્યો છું. મારી યાત્રા ખૂબ જ લાંબી રહી છે, પરંતુ એ ફક્ત મારી યાત્રા નથી. આપણા દેશ અને સમાજની પણ ગાથા છે. અનેક પડકારો છતાંયે દેશમાં બંધારણની પ્રસ્તાવનમાં લખેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ભાવનું પાલન કરવામાં આવે છે. હું પણ આ મંત્રનું હંમેશા પાલન કરતો રહીશ. હું દેશના ૧૨૫ કરોડ લોકોને નમન કરું છું, જે બધાએ મારામાં વિશ્વાસ કર્યો છે. હું રાષ્ટ્રપતિ તરીકેના કામમાં ખરો ઉતરવાનું તમને વચન આપું છું. મને અહેસાસ છે કે, મારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન, ડૉ. એપીજે અબ્દુલ કલામ અને મારા પુરોગામી પ્રણવદા જેવી વિભૂતિઓના પદ્ચિહ્નો પર ચાલવાનું છે.  
આ પ્રસંગે દેશના તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વરિષ્ઠ અમલદારો અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ શપથ લેતા જ સંસદમાં જય શ્રી રામના નારા ગૂંજ્યા
નાયડુની નિયુક્તિ પછી વડાપ્રધાન સહિત ત્રણેય સર્વોચ્ચ નેતા સંઘના હશે!

નવી દિલ્હી, તા.૨૫
રામનાથ કોવિંદે શપથવિધિ પૂરી કરતા જ સંસદના સેન્ટ્રલ હૉલમાં જય શ્રી રામના નારા ગૂંજ્યા હતા. શપથવિધિ પછી ભાજપના સાંસદોએ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવીને વાતાવરણ ગજાવી દીધું હતું. જોકે, આ નારા લગાવવાનું કોણે શરૃ કર્યું હતું એ જાણવા મળ્યું નથી.
રામનાથ કોવિંદનું બેકગ્રાઉન્ડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું છે. આ દરમિયાન એક મુદ્દો ખાસ ધ્યાન ખેંચે છે. હાલ દેશના અનેક સર્વોચ્ચપદે સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ છે. જેમ કે, ઉપ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વેંકૈયા નાયડુ પણ સંઘમાં તાલીમ પામેલા નેતા છે. નાયડુ ઉપ રાષ્ટ્રપતિપદે બિરાજશે એ પછી દેશના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એમ ત્રણેય સર્વોચ્ચ નેતા સંઘના હશે!

કોવિંદની નિમણૂક શ્યામાપ્રસાદની યાત્રાનો મહત્ત્વનો પડાવ : મોદી
નવી દિલ્હી, તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવનિયુક્ત રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદની નિમણૂક ભાજપના વિચારક શ્યામપ્રસાદ મુખરજીએ શરૃ કરેલી યાત્રામાં અત્યંત મહત્ત્વનો પડાવ છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, આ યાત્રા શ્યામપ્રસાદ મુખરજીએ શરૃ કરી હતી અને એ ગાળામાં લાખો લોકોએ પોતાનું સર્વસ્વ ત્યજી દીધું હતું.

મુખરજીએ ૧૯૫૧માં ભાજપના પૂર્વજ એવા જનસંઘનો પાયો નાંખ્યો હતો. મોદીએ પક્ષના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પક્ષે દેશના સર્વોચ્ચપદે એક દલિત અને સામાન્ય પરિવારના હોદ્દેદારની નિમણૂક કરી છે. વર્ષ ૨૦૧૪માં પક્ષ સત્તામાં આવ્યો ત્યારથી વંચિતો માટે અવિરત કામ કરી રહ્યો છે. હું તમામ સાંસદો, નેતાઓને પણ સામાન્ય વ્યક્તિનું જીવન સુધારવા ગુડ ગવર્નન્સ કરવાનું આહ્વાન કર્યું હતું.

નવનિયુક્ત રાષ્ટ્રપતિના પહેલાં જ ભાષણે વિવાદ સર્જ્યો
કોવિંદે નહેરુ-ઈન્દિરા અને રાજીવ ગાંધીને યાદ ન કરતાં કોંગ્રેસ ભડકી
કોવિંદે ગાંધીજી સાથે દીનદયાળ ઉપાધ્યાયની સરખામણી કરી તે અયોગ્ય : કોંગ્રેસ
નવી દિલ્હી, તા.૨૫
રામનાથ કોવિંદે મંગળવારે શપથ લીધા ત્યારે મહાત્મા ગાંધી, દીનદયાળ ઉપાધ્યાય સહિત પૂર્વ રાષ્ટ્રપતિઓને પણ યાદ કર્યા હતા. આ મુદ્દે કોંગ્રેસના રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, કોવિંદે પોતાના પહેલાં જ ભાષણમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો, જે ખૂબ જ દુ:ખની વાત છે.

કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, કોવિંદે મહાત્મા ગાંધીના સમકક્ષ દીનદયાળ ઉપાધ્યાયનું નામ લીધું એ અયોગ્ય છે. આ વાત દેશની પ્રજાને પણ નહીં સ્વીકારે. આ પ્રકારની સરખામણી બિલકુલ અયોગ્ય છે.
નોંધનીય છે કે, કોવિંદે પોતાના ભાષણમાં ગાંધીજી, દીનદયાળ ઉપાધ્યાયની સાથે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, એપીજે અબ્દુલ કલામ અને પ્રણવ મુખરજી જેવા પુરોગામી રાષ્ટ્રપતિઓને પણ યાદ કર્યા હતા.

Post Comments