Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતના પ્રથમ મહિલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ફાઇટર પ્લેન સુખોઈની સવારી માણી

- ફાઇટર વિમાનમાં બેસી ભારતના પશ્ચિમી મોર્ચાનો તકાજો મેળવ્યો

નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2018 બુધવાર

રક્ષામંત્રીનો પદભાર સંભાળતાની સાથે જ નિર્મલા સીતારમણ એક્શનમાં દેખાઈ રહ્યા છે. તેમણે રાજસ્થાનના જોધપુરમાં સુખોઈ-30 એમકેઆઈમાં ઐતિહાસિક ઉડાણ ભરી. તે પ્રથમ મહિલા રક્ષામંત્રી છે જેમણે ફાઈટર પ્લેનમાં ઉડાણ કર્યું છે.

આ દરમિયાન તેમણે સુરક્ષાની તપાસ પણ કરી હતી. રક્ષામંત્રીને સુખોઈની ઉડાણ કરાવવાની જવાબદારી 31 સ્કવાર્ડન લૉયનની પાસે હતી. તાજેતરમાં સીતારમણે આઈએનએસ વિક્રમાદિત્ય પર મિગ-29કેની સવારી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુખોઈ-30 એમકેઆઈ એરફોર્સનો એક અગત્યનો ભાગ છે. ભારતની પાસે 2020 સુધી કુલ આવા 270 પ્લેન (13 સ્કવાર્ડન) થશે. આ ફાઈટર પ્લેન હવે મિગ-21 અને મિગ-27 જગ્યા લેશે. રક્ષામંત્રીનું પદ સંભાળ્યા બાદ જ સીતારમણ જવાનોના પ્રોત્સાહનમાં વધારો કરી રહ્યા છે.

ગત વર્ષે પણ ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશની સેનાની તૈયારીઓની તપાસ પણ કરી. તે અરૂણાચલ સરહદ પર પણ પહોંચ્યા હતા અને ચીની સૈનિકોને શુભેચ્છાઓ પણ આપી હતી. તેમણે જેસલમેરની પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય સેનાની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી સેનાની તૈયારીઓને જોઈ હતી.

આ દરમિયાન રક્ષા મંત્રીએ પોખરણમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત આધુનિક શક્તિશાળી થર્ડ જનરેશન અપગ્રેડેડ ટેન્ક અર્જુન માર્ક-2ની જોરદાર ફાયરિંગની ક્ષમતાને પણ જોઈ હતી. તેમણે ખેતલાઈ રેન્જમાં ડીઆરડીઓના બનાવેલા 155 એમએમની દેશની ગનની ખૂબીઓ વિશે ડીઆરડીઓ અને સેનાના અધિકારીઓ પાસેથી જાણકારી મળી છે.

 

Post Comments