Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મિશન રાજ્યસભા: રાહુલ ગાંધીએ સૂચવેલા નામો કર્ણાટક કોંગ્રેસને નામંજૂર

- રાજ્ય બહારના વ્યક્તિને અહીંથી રાજ્યસભામાં મોકલાશે તો પાર્ટીને નુકસાન થવાની શક્યતા

નવી દિલ્હી, તા 08 માર્ચ 2018, ગુરૂવાર

રાજ્યસભા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે સ્થિતિ થોડી કફોડી બની છે. રાહુલ ગાંધીએ પોતાના ખાસ અને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા સામ પિત્રોડા અને પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીને સરળતાથી રાજ્યસભામાં મોકલવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તેના રાજ્યોમાં આ બંન્ને માટે રસ્તો કરવા માટે અનુરોધ કર્યો હતો. પરંતુ આ પ્રસ્તાવનો કર્ણાટક કોંગ્રેસે સ્વીકારવાની મનાઇ કરી છે.

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષે આ પ્રસ્તાવને ફગાવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવો વિકલ્પ શોધવા મજબૂર થયા છે. હવે રાહુલ ગાંધીએ સામ પિત્રોડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવા માટેની ભલામણ કરી છે. આ અંગે દિલ્હીમાં મળેલી સિદ્ધાંરમૈયાએ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણી છે તેથી કર્ણાટકમાંથી કોઇ રાજ્ય બહારના વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવે તો આગામી વિધાનસભામાં પાર્ટીને નુંકસાન પહોંચાડી શકે છે.

તેથી હવે રાહુલ ગાંધી માટે સામ પિત્રોડાને રાજ્યસભામાં મોકલવા માટેની તક ગુજરાતમાં છે. અહીંથી કોંગ્રેસના 2 સભ્યો જ રાજ્યસભામાં જઇ શકાશે. જેમાં સામ પિત્રોડા હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. જ્યારે આ સિવાય ગુજરાત માંથી રાજ્યસભા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોંલકીને મોકલવામાં આવે તેવી શક્યતા છે.

Post Comments