Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એકી-બેકીથી પ્રદૂષણ ઘટે છે તેવું સાબિત કરો, નહીંતર યોજના પર સ્ટે મૂકીશું : એનજીટી

- દિલ્હીમાં એકી-બેકીના અમલ અંગે અનિશ્ચિતતા

- એનજીટીએ પ્રદૂષણ ઘટાડવા ૧૦૦ ઉપાયો સૂચવ્યા છે પણ તમે ફક્ત એકી-બેકીને જ અમલમાં મૂકી રહ્યાં છો

દિલ્હી સરકાર એકી-બેકી દ્વારા લોકોને વધુ વાહનો ખરીદવાની પ્રેરણા આપી રહી છે
એકી-બેકીમાંથી ટુવ્હીલર વાહનો અને મહિલાઓને મુક્તિ આપવા અંગે પણ એનજીટીએ પ્રશ્રો ઉઠાવ્યા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ આજે કેજરીવાલ સરકારની એકી-બેકી યોજના સામે પ્રશ્રો ઉઠાવતા સોમવારથી આ યોજનાનો અમલ થવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. એનજીટીએ દિલ્હી સરકારને જણાવ્યું છે કે તમે સાબિત કરી બતાવો કે એકી-બેકી યોજનાથી પ્રદૂષણ ઘટે છે. જો દિલ્હી સરકાર આ સાબિત નહીં કરે તો અમે આ યોજના પર સ્ટે મૂકી દઇશું. દિલ્હી સરકાર આ રીતે આ યોજનાને અમલમાં મૂકી શકે નહીં.

એનજીટીએ જણાવ્યું હતું કે  સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી) અને દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટી(ડીપીસીસી)ે કરેલી તપાસ મુજબ અગાઉ જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ત્યારે પણ પીએમ-૧- અને પીએમ-૨.૫નું પ્રમાણ વધારે હતું.  એનજીટીની ખંડપીઠે જણાવ્યું હતું કે એકી-બેકી યોજનાને આવી રીતે અમલમાં મૂકી શકાય નહીં. આ યોજનાથી તમે લોકોને વધુ વાહન ખરીદવાની પ્રેરણા આપી રહ્યાં છો અને ટ્રાફિકની સમસ્યા વધારી રહ્યાં છો.

એનજીટીના ચેરમેન ન્યાયમૂર્તિ સ્વતંત્રકુમારના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવા એનજીટીએ ૧૦૦થી પણ વધુ ઉપાયો સૂચવ્યા છે. આમ છતાં દિલ્હી સરકાર ફક્ત એકી-બેકી યોજનાને જ અમલમાં મૂકે છે.  એનજીટીએ એકી-બેકી યોજનામાંથી દ્વિચક્રી વાહનો અને મહિલાઓને મુક્તિ આપવાના નિર્ણય સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં.

એનજીટીએ આઇઆઇટી, કાનપુરના અહેવાલનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ૪૬ ટકા પ્રદૂષણ દ્વિચક્રી વાહનોથી ફેલાય છે.  આ સંદર્ભમાં આવતીકાલે પણ સુનાવણી ચાલુ રહેશે. આ સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે જ આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેના જવાબમાં એનજીટીએ સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમે એવું કહ્યું જ નથી કે એકી-બેકી યોજના અમલમાં મૂકો.

એનસીઆરમાં ચાર લાખ જૂની કારો જપ્ત કરાશે
દિલ્હીમં ચાર લાખ જૂની કારો જપ્ત કરવાની જાહેરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા અનુસાર ડિઝલથી ચાલતા ૧૦ વર્ષ જૂના વાહનો અને પેટ્રોલથી ચાલતા ૧૫ વર્ષ જૂના વાહનો જપ્ત કરવામાં આવશે. આ નિયમ સમગ્ર નેશનલ કેપીટલ રિજિયન (એનસીઆર)ને લાગુ પડશે. દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકાર વિવિધ પગલાં લઇ રહી છે.

Post Comments