Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોશિયલ મીડિયાની શક્તિ જાણું છુંઃ ઇ-ગવર્નન્સ, મોબાઇલ ગવર્નન્સ ભવિષ્ય છે : PM

- સિવિલ સર્વિસ ડે નિમિત્તે વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સન્માનિત કર્યા

- અધિકારીઓ સામે આવતા પડકારો સાથે કાશ્મીર મુદ્દાની પણ ચર્ચા કરી

નવી દિલ્હી,તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

રાજધાની દિલ્હીમાં સિવિલ સર્વિસ ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સન્માનિત કર્યા હતાં. સૌથી પહેલા અધિકારીઓની પ્રશંસા કરતા કહ્યુ કે આજે લોકો જાણી ગયા છે કે સરકારી અને ખાનગી સેવાઓમાં શું ફરક છે? અધિકારીઓને પડકારો વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યુ કે જો તમે કામ કરવાની પદ્ધતિ બદલશો તો પડકાર તકમાં બદલાઇ જશે.

આ દરમિયાન મોદીએ ગંગા સ્વચ્છતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યુ કે જો સિવિલ સર્વિસ ઇચ્છે તો ગંગાની સ્વચ્છતા શક્ય બની શકે છે. હાલમાં ખીણપ્રદેશમાં વણસી રહેલી પરિસ્થિતિઓ પણ તેમના ભાષણનો ભાગ રહ્યો હતો. પીએમએ કહ્યુ કે ખીણપ્રદેશમાં પૂરની પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવનારા જવાનો માટે તાળી પાડવામાં આવે છે ત્યારે તેમની પર પથ્થર પણ ફેંકવામાં આવે છે.

વડાપ્રધાને અધિકારીઓને રાષ્ટ્રહિત પ્રતિ પ્રાથમિકતા બતાવવા માટે કહ્યુ હતું. અધિકારી કોઇ પણ લેવલ પર હોય પરંતુ નિર્ણય રાષ્ટ્રહિતમાં જ લે. કામના ભારણ પર પીએમે કહ્યુ કે હાલ કામનું ભારણ નથી વધ્યુ પરંતુ પડકારો વધી ગયા છે. સરકારી સેવાઓને લઇને મોદીએ કહ્યુ લે છેલ્લા 20 વર્ષમાં મોટા બદલાવો આવ્યા છે. જેનું પરિણામ એ છે કે આજે લોકો સરકારી હોસ્પિટલની સરખામણી ખાનગી હોસ્પિટલ સાથે કરે છે.

ત્યારબાદ પીએમ મોદીએ કહ્યુ કે હું સોશિયલ મીડિયાની શક્તિને ઓળખવાવાળો વ્યક્તિ છું. દેશમાં ઇ-ગવર્નંસ અને મોબાઇલ ગર્વનન્સનું ભવિષ્ય છે અને લોકોએ મારી જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ. બે વિભાગો વચ્ચે અટકી પડેલા મામલાઓનો ઉલ્લેખ પણ મોદીએ કર્યો હતો. તેમણે કહ્યુ કે શું કારણ છે કે મામલો 15 વર્ષથી અટકી પડ્યો છે, પરંતુ વડાપ્રધાન વચમાં આવ્યા તો મામલો ક્ષણવારમાં ઉકેલાઇ ગયો. પીએમે કહ્યુ કે મને મારી વાહ વાહ નથી જોઇતી કે મારા કારણે સમસ્યાનો ઉકેલ આવી ગયો. હું ઇચ્છુ કે અધિકારી પોતાના લેવલ પર મામલાનું નિરાકરણ લાવે. નિર્ણય લેવાની બાબતે મોદીએ કહ્યુ કે સત્યનિષ્ઠાથી કામ કરે અને જો કંઇ ખોટુ થાય છે તો પીએમ મોદી તમારી સાથે છે.

આઉટકમ પર ભાર આપતા પીએમ મોદીએ ખાડા ખોદવા અને ભરવાની વાર્તા કહી હતી. તેમણે કહ્યુ કે આપણને ખબર હોવી જોઇએ કે જે કામ આપણે કરી રહ્યા છે તેનો કોઇ નિષ્કર્ષ નિકળી રહ્યો છે કે નહીં. પીએમ મોદીએ કહ્યુ કે આ પહેલીવાર બન્યુ છે કે જ્યારે સરકાર બજેટમાં આઉટકમના ડોક્યુમેન્ટ લઇને આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે અનુભવ્યુ છે કે એક વિચાર કર્યો હોય અને તેનું કોઇ પરિણામ સામે ન આવ્યુ હોય તેવી કોઇ ઘટના સામે આવી નથી. આવું ગુજરાતમાં હંમેશા અનુભવ્યુ હતુ. પરંતુ રાષ્ટ્રીય લેવલ પર પણ શક્ય બન્યુ છે.

Post Comments