Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરમાં ૩૭૦મી કલમ યથાવત્ રહેશે તેવી વડાપ્રધાનની ખાતરી : મહેબૂબા

- કાશ્મીરની પ્રજામાં આ મુદ્દે રોષ છે, ત્યારે સ્થિતિ યથાવત્ રહેશે તેવી હૈયાધારણ જરૃરી

(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૧૧ શુક્રવાર, ઓગસ્ટ 2017
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ૧૦૦ ટકા ખાતરી આપી છે કે, તેઓ કાશ્મીરની પીડીપી- ભાજપ સરકારના ગઠબંધનના એજન્ડાને ટેકો આપશે અને કલમ ૩૭૦માં કોઈ પ્રકારની છેડછાડ કરાશે નહીં તેમ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિએ કહ્યું હતું.

બંધારણની કલમ ૩૭૦ હેઠળ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે. તેમાં ફેરફાર કરવાના પ્રયાસોના અહેવાલો વચ્ચે મહેબૂબા વડાપ્રધાનને મળ્યા હતા. વડાપ્રધાન સાથેની ૧૫ મિનિટની બેઠક બાદ પત્રકારો સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, ૩૭૦મી કમલની જે સ્થિતિ છે તેમાં કોઈ પરિવર્તન નહીં કરવાની વડાપ્રધાને મને ખાતરી આપી છે. અમારા ગઠબંધનમાં આ બાબત પાયાની છે તેની વિરૃદ્ધ કોઈ પક્ષકાર જઈ શકે નહિ તેમ તેઓએ પત્રકારોને કહ્યું હતું.

બંધારણની કલમ ૩૫-એ હેઠળ રાજ્યોને ખાસ દરજ્જો આપવામાં આવે છે તે કલમ અંગે હાલ ચર્ચા જાગી છે એટલું જ નહિ પણ તેની જોગવાઈઓ અને વૈધાનિકતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં હાલ સ્થિતિ તંગ છે અને ધીમે ધીમે સુધરી રહી છે. તેની વિગતો પણ મેં વડાપ્રધાનને આપી હતી. કાશ્મીરીઓ માને છે કે, તેમની ખાસ નાગરિકતા જોખમમાં છે અને એવુ કંઈ વાસ્તવમાં નથી તેવો 'મેેેસેજ' જાય તે જરૃરી છે.

Post Comments