Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનો સાંસદોને પત્ર, 'વિક્ષેપનું ચક્ર બંધ કરવા અપીલ'

- ચોમાસુ સત્ર પહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનનો સાંસદોને એક ભાવુક પત્ર

નવી દિલ્હી, તા. 10 જુલાઇ 2018, મંગળવાર

ચોમાસુ સત્ર પહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને સાંસદોને એક ભાવુક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, જો સાંસદ ભૂતકાળમાં બીજા દળોના આચરણનો હવાલો આપતા વિક્ષેપને યોગ્ય ઠેરવશે તો સંસદમાં વિક્ષેપ ચક્ર ક્યારેય બંધ થશે નહી.

સાંસદોને તેમની નૈતિક જવાબદારી યાદ અપાવતા સુમિત્રા મહાજનને સાંસદોને સદનમાં સુચારુ કામ કામકાજ સુનિશ્ચિત કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, આપણે આત્મચિંતન કરીએ અને આ વિશે નિર્ણય કરીએ કે, આપણી સાંસદ અને લોકશાહીની છબી માટે આગળ વધવાનો રસ્તો ક્યો છે.

તેમણે બે પેજના પત્રમાં લખ્યું કે, લોકશાહીના પવિત્ર મંદિર સંસદની પ્રતિષ્ઠા અને પવિત્રતાને અખંડિત અને સુરક્ષીત રાખવું આપણી સામુહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે, મારા અનુભવના આધારે હું તે કહી શકું કે, લોકો પોતાના પ્રતિનિધિઓના કામકાજ પર નજર રાખે છે અને મીડિયા પણ લોકોની સમક્ષ સંસદ અને સંસદીય ક્ષેત્રમાં તેમના કામકાજ પર નજર રાખે છે. આ સદનના સભ્ય બનવું વિશિષ્ટ બાબત છે અને લોકોને તેનાથી ઘણી આશા છે અને લોકોએ તેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Post Comments