Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: કાનપુરમાં કરોડો રૂપિયાની જૂની નોટો ઝડપાઈ: 16 લોકોની ધરપકડ

- મુખ્ય આરોપી 20થી 25 ટકાના દરે જૂની નોટો બદલી આપવાનું કામ કરતો હતો

કાનપુર, તા. 17 જાન્યુઆરી 2018 બુધવાર

નોટબંધીના લગભગ 14 મહિના વીત્યા બાદ યુપીના કાનપુર જિલ્લાના એક વિસ્તારમાંથી કરોડો રૂપિયાની જૂની નોટ મળી આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.

પોલીસ અને એનઆઈએની ટીમે ગઈકાલે રાત્રે કાનપુરની ત્રણ-ચાર હોટલ અને અન્ય પરિસરોમાં દરોડા પાડ્યા હતા. જે બાદ સ્વરૂપનગર વિસ્તારમાં આવેલ એક ઘરમાંથી પોલીસને કરોડો રૂપિયાની જૂની નોટો મળી આવી છે. આ કેસમાં પોલીસે 16 લોકોની ધરપકડ કરી હતી.

કાનપુર પોલીસને એનઆઈએથી ઈનપુટ મળ્યા બાદ જાણકારી મળી હતી. એનઆઈએ અને સ્થાનિક સુરક્ષા એજન્સીએ ગત દિવસોમાં પોલીસને જૂની નોટ હોવાની જાણકારી આપી હતી. જે બાદ મંગળવારે એનઆઈએની સાથે મળીને પોલીસે અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. એસએસપી અખિલેશ મીણા અનુસાર જૂની નોટોની ગણતરી અત્યારે પણ ચાલુ છે પરંતુ અનુમાન છે કે સમગ્ર રકમ 90થી 100 કરોડ સુધીની હોઈ શકે છે.

પોલીસે આ ઘટનાને આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયા હોવાની મનાઈ કરી છે. એસએસપીનું કહેવુ છે કે આ કેસના મુખ્ય આરોપી આનંદ ખત્રી પૈસાદાર કુટુંબના છે અને તે નોટબંધી બાદથી જ 20થી 25 ટકાના દરે લોકોને જૂની નોટો બદલી આપવાનુ કામ કરી આપતા હતા.

જોકે આનંદને આ રકમ જ્યાંથી બદલવાની હતી ત્યાંથી બદલી શકાઈ નહીં. જેના કારણે પૈસા ઘરમાં ભેગા થતા ગયા. પોલીસ અનુસાર મંગળવાર સુધી આનંદે લોકો પાસેથી રૂપિયા ભેગા કર્યા હતા. માહિતી મળ્યા બાદ એસપી ડૉ. ગૌરવ ગ્રોવર અને એસપી પૂર્વી અનુરાગ આર્યની ટીમે દરોડા પાડવાના શરૂ કર્યા. ટીમે નામાંકિત વેપારીઓ સ્વરૂપનગર, ગુમટી, જનરલગંજ અને એંશી ફૂટ રોડમાં આવેલ સંસ્થાઓમાં દરોડા પાડીને જૂની નોટો જપ્ત કરી હતી.

Post Comments