Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અશોક ગજપતિ રાજૂ અને વાય. એસ. ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી રાજીનામાં સોંપ્યા

- ભાજપ-TDP ગઠબંધન બચાવવા વડાપ્રધાન મેદાને: મુખ્યમંત્રી ચંદ્રબાબૂ સાથે ફોન પર વાત કરી

- આ સંબંધને જાળવી રાખવા માટે અમારી તરફથી પુરાં પ્રયાસો કરવામાં આવ્યા છે: ચંદ્રબાબૂ નાયડૂ

નવી દિલ્હી, તા. 08 માર્ચ 2018, સોમવાર

ભારતીય જનતા પાર્ટી અને તેલૂગું દેશમ પાર્ટી વચ્ચેના સંબંધોમાં પડેલી તીરાડથી બંન્ને પાર્ટીના ગઠબંધન તોડવામાં આવ્યું છે ત્યારે આ મામલે વડાપ્રધાન મોદી મેદાને આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ સાથે ફોન પર વાત કરી છે. જ્યારે કેંન્દ્રમાં TDP ના મંત્રીઓ અશોક ગજપતિ રાજૂ અને વાય. એસ. ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી રાજીનામાં સોંપ્યા છે.

ટીડીપીનું વલણ જોતા આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ થઇ છે. જ્યારે ભાજપે ટીડીપીને પોતાના નિર્ણય પર વિચાર કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ વિધાનસભામાં ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આ સંબંધને જાળવી રાખવા માટે અમારી તરફથી પુરાં પ્રયાસો કરવામાં આવ્યા છે. 29 વાર દિલ્હી જવા છતાં અમને વડાપ્રધાન તરફથી નિરાશા મળી છે. ગઠબંધન માંથી અલગ થવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેમણે જણાવ્યું કે, અરૂણ જેટલીએ  બુધવારે જે કહ્યું તે અયોગ્ય છે. તમે પૂર્વોત્તરનો હાથ મજબૂતીથી પકડ્યો છે, પરંતુ આંધ્ર સાથે આવું કંઇ પણ નથી કરી રહ્યા. આવો ભેદભાવ કેમ?

કેન્દ્રમાં મોદી સરકારથી દૂર થયાં બાદ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ મંત્રીમંડળને ભાજપના બે મંત્રીઓએ આજે રાજીનામું આપી દીધું છે. આ મંત્રીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને પોતાના રાજીનામાં સોંપ્યા હતા ત્યારે આ અંગે વડાપ્રધાને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ સાથે ફોન પર વાત કરી છે. તેમજ તેઓ કેન્દ્રમાં રહેલા ટીડીપીના મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે.

Post Comments