Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#દેખતમાશાચૂંટણીકા .. વડાપ્રધાને 41 મહિનામાં 775વાર ભાષણ આપ્યુ

- મહિનામાં 19 વાર જનસભા સંબોધે છે વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2017, મંગળવાર
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો જાદુ અને મિત્રો... થી લગભગ તમામ ભારતવાસી પરિચિત છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીએ છેલ્લા 41 મહિનામાં 775 ભાષણો આપ્યા છે અને એ પણ 30 મિનિટથી વધુ લાંબા. તે એક મહિનામાં લગભગ 19 વાર જાહેરસભા સંબોધે છે.

26મી મે 2014ના રોજ વડાપ્રધાન પદ માટે શપથ લીધા પછી તેમણે દરેક 3 દિવસમાં લગભગ 2 સ્પીચ આપી છે. જનતા સાથે સંવાદ કરવાની કળા, તાત્કાલિક ભાષણ આપી શકવાની ક્ષમતા તેમની લોકપ્રિયતાનું એક કારણ છે. વડાપ્રધાન બન્યા પછી તેમણે અત્યાર સુધી 775 સાર્વજનિક સભાઓ કરી છે અને ભાષણ આપ્યા છે.

નરેન્દ્ર મોદીની વેબસાઈટ, PIBના આંકડાઓ પરથી સ્પષ્ટપણે જણાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને સરેરાશ 19 ભાષણ આપે છે. અને તેમના મોટાભાગના ભાષણ 30 મિનિટથી વધારેના હોય છે.

રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહનું આ વિષે કહેવું છે કે, વડાપ્રધાન મોદી પાસે ભાષણ દેવાની કળા સારી છે. કોઈ પણ મુદ્દા પર તે દિલથી બોલે છે. જ્ઞાન અને વાતને યોગ્ય રીતે લોકો સામે મુકવાની કળા તેમને ભગવાન તરફથી મળેલી એક ભેટ છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના 10 વર્ષના કાર્યકાળમાં 1401 ભાષણ આપ્યા હતા. અર્થાત તે દર મહિને 11 ભાષણ આપતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીને લાગે છે કે તેમના ભાષણ જ તેમની સરકાર ચલાવવાની ક્ષમતાનું પ્રમાણ છે. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાની ભાષણ કળા પર છે, સરકાર ચલાવવા પર નહીં. દેશ પાછળ જઈ રહ્યો છે પણ તેમને કોઈ ફરક નથી પડતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં સૌથી વધારે 264 ભાષણ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે વડાપ્રધાન મોદીએ વિદેશ પ્રવાસ પણ ઘણાં કર્યા અને 164 ભાષણ વિદેશોમાં આપ્યા છે.
 

Post Comments