Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: જાણો PMએ શિયાળુ સત્ર શરૂ થયા અગાઉ મીડિયા સમક્ષ શું સંબોધન કર્યું?

- આજથી શિયાળુ સત્રનો પ્રારંભ, વાંચો કયા-કયા મુદ્દા ચર્ચાશે

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2017 શુક્રવાર

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે. 18 ડિસેમ્બરે પરિણામ સૌની સામે હશે. આજથી જ સંસદનું શિયાળુસત્ર શરૂ થઈ ગયુ છે.

ગત ત્રણ મહિનામાં પ્રચાર દરમિયાન રાજનૈતિક દળોમાં જે ઉંચનીચ જોવા મળી તેની અસર સંસદમાં જોવા મળી શકે છે.

સરકારનો પ્રયત્ન છે કે તે પોતાના બિલોને ઝડપથી જ પસાર કરી શકે. તો બીજી તરફ વિપક્ષની પાસે સરકારને ઘેરવા માટે મુદ્દાઓની સમગ્ર યાદી છે. સત્ર શરૂ થયા અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કરી.

15 ડિસેમ્બરથી 5 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ચાલનાર આ સત્ર માત્ર 22 દિવસોનું હશે. જેમાં રજાને ગણવામાં આવે તો સત્ર 14 દિવસો સુધી જ ચાલશે.

ગઈકાલે જ્યારે શિયાળુસત્ર પહેલા બોલાવવામાં આવેલ સર્વદળીય બેઠક થઈ તો વિપક્ષે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો. જેથી હોબાળો વધારે થયો અને કામ ઓછા થયા. આશા છે કે આજે લોકસભાની કાર્યવાહી ટીએમસી સાંસદ સુલ્તાન અહેમદને શ્રધ્ધાંજલિ આપીને સ્થગિત થઈ શકે છે.

શિયાળુસત્રમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ શકે છે?

- PM મોદીએ કરેલી મનમોહનસિંહ વિશેની પર કમેન્ટ

- અમિત શાહના પુત્ર જય શાહનો કેસ

- રાફેલ ડીલની ખરીદી બાબતે સ્પષ્ટતા

- EVMનો મુદ્દો

- ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચનું વર્તન

- ચૂંટણી દરમિયાન પાકિસ્તાનની એન્ટ્રી, મણિશંકર ઐયરના ઘરે કથિત ખાનગી મિટીંગ

- ગુજરાત ચૂંટણી માટે શિયાળુસત્રમાં મોડાઈ

- રાજ્યસભામાં શરદ યાદવ અને અનવર અલીની સભ્યતાને લઈને પ્રશ્ન

આ સત્રમાં સરકાર કુલ 14 બિલ રજૂ કરી શકે છે. જેમાં સૌથી મોટુ બિલ ત્રણ તલાકને લઈને રજૂ કરનાર છે. આ બિલને બંધારણીય જોગવાઈ અનુસાર ત્રણ તલાક આપનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

Post Comments