Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવા મતદારોના દેશ ભારતમાં ઘરડા નેતાઓની બોલબાલા!

- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ 83 વર્ષે ય મેદાનમાં

- 73 વર્ષના પ્રેમકુમાર ધુમલ હિમાચલ પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

૭૫ વર્ષના અમરિંદર સિંહ ૮૯ વર્ષના પ્રકાશસિંહ બાદલને હરાવીને પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા : દેશમાં વયોવૃદ્ધ નેતાઓનો દબદબો
શિમલા, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ભારતની વસતિમાં ૫૪ ટકા હિસ્સો યુવાનોનો છે, પણ રાજકારણમાં દબદબો વયોવૃદ્ધ નેતાઓ ભોગવે છે! હિમાચલ પ્રદેશમાં જો વર્તમાન મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ ફરી મુખ્યમંત્રી બનશે તો રાજ્યને ૮૩ વર્ષના મુખ્યમંત્રી મળશે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમાર પણ ૭૩ વર્ષના છે. ભારતમાં ૩૫ વર્ષની વય સુધીના કુલ ૬૫ ટકા લોકો રહે છે. અત્યારે ભારત યુવાનોનો દેશ ગણાય છે. ૨૦૨૦માં ભારતીયોની એવરેજ ઉંમર ૨૯ વર્ષની હશે. આ એવરેજ વય ચીનની ૩૭, જાપાનની ૪૮ છે.

એના પરથી આપણો દેશ કેટલો યુવા છે તેનો અંદાજ લગાવી શકાશે. પણ સામે વાસ્તવિકતા એ છે કે યુવાનોના આ દેશમાં ઘરડાં નેતાઓની બોલબાલા છે! હિમાચલ પ્રદેશમાં વિધાનસભાનું મતદાન થયું. હિમાચલ પ્રદેેશના વર્તમાન મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ ૮૩ વર્ષે ય કોંગ્રેસના મુખ્ય ચહેરા તરીકે મેદાનમાં છે. રાજ્યના સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ વિરભદ્ર સિંહના નામે બોલે છે. જો વિરભદ્ર સિંહ આ વખતે પણ મુખ્યમંત્રી બનશે તો સાત વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનશે. રાજ પરિવારમાંથી આવતા વિરભદ્ર સિંહનો રાજયોગ બહુ પ્રબળ રહ્યો છે.

સામે ભાજપે પ્રેમકુમાર ધુમલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમારની વય પણ ૭૩ વર્ષની છે. પ્રેમકુમાર બે વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હિમાચલ પ્રદેશના પાડોશી રાજ્ય પંજાબમાં પણ ગત વિધાનસભાની ચૂંટણીમાં અદ્લ આવો જ ઘાટ હતો. ભાજપના ૮૯ વર્ષના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને હરાવીને ૭૫ વર્ષના કોંગ્રેસી નેતા અમરિંદર સિંહે મુખ્યમંત્રીની ખુરશી મેળવી હતી.

તમિલનાડુની રાજનીતિમાં આજે ય ૯૪ વર્ષના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૃણાનિધિ ચાવીરૃપ નેતા ગણાય છે. પક્ષનું સુકાન સંભાળતા તેમના પુત્ર સ્તાલિનની વય પણ ૬૪ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં ૭૭ વર્ષના મુલાયમ સિંહ યાદવ તેમના મતદારોમાં હજુ ય પ્રિય છે. તો તેમના નજીકના હરીફ રહેલાં માયાવતી પણ ૬૧ના થઈ ચૂક્યા છે.

૬૭ વર્ષના નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને તેમની સામે વિપક્ષના સૌથી મોટા નેતા તરીકે બધી જ વિરોધી પાર્ટીઓને એકઠી કરવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવતા કોંગ્રેસ સોનિયા ગાંધી ૭૦ના થયા છે. બિહારની રાજનીતિની વિખ્યાત ત્રિપૂટી : નીતીશની વય ૬૬, લાલુની ઉંમર ૬૯ અને રામ વિલાસ પાસવાનની વય ૭૧ છે. ત્રણેય આજેય બિહારની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ૬૭, હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર ૬૩, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ૭૧, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ૬૯, તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ૬૩ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી ૬૨ વર્ષે ય પોતાના રાજ્યોના રાજકારણમાં ખૂબ જ મહત્વના ગણાય છે. આ નેતાઓની રાજકીય સૂઝ અને લોકપ્રિયતા જોતાં હજુ એમના સ્થાને યુવાનો આવશે કે નહીં એ મોટો સવાલ છે!
 

Post Comments