Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ-મેહુલ સામે બિન જામીનપાત્ર વોરંટ જારી, રેડ કોર્નર નોટિસનો માર્ગ મોકળો

- દેશના સૌથી મોટા બેંક કૌભાંડનો મામલો

- CBI હવે કોર્ટ વોરંટના આધારે ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા અપીલ કરશે

- ઇન્ટરપોલની મદદથી બન્ને કૌભાંડીઓની ધરપકડ કરવી શક્ય

નવી દિલ્હી, તા.08 એપ્રિલ 2018, રવિવાર

સીબીઆઇની અપીલને ધ્યાનમાં રાખીને પંજાબ બેંક સાથે ૧૭૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે સીબીઆઇની એ અપીલને માન્ય રાખી હતી જેમાં એજન્સીએ બિન જામીનપાત્ર વોરંટ જારી કરવાની માગ કરી હતી. આ પહેલા એજન્સીએ નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પત્ર તેમજ ઇમેલ વગેરે માધ્યમથી તપાસમાં સાથસહકાર આપવા માટે હાજર રહેવા કહ્યું હતું જોકે બન્નેમાંથી કોઇએ પણ તેનો જવાબ નથી આપ્યો, આમ કરીને એજન્સીના સમન્સનો અનાદર કર્યો હોવાથી અંતે બીનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

બિનજામીનપાત્ર વોરંટ ચિનરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાનો માર્ગ મોકળો કરી દેશે. રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવે છે. જે એક આંતરરાષ્ટ્રીય એજન્સી છે. તેથી જ્યાં પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સી હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સરળતા રહેશે. હવે આ બિનજામીનપાત્ર વોરંટના આધારે એજન્સી ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે અપીલ કરશે. સરકારે દાવો કર્યો છે કે નિરવ મોદી હાલ હોંગકોંગમાં છુપાયેલો છે અને સરકાર ધરપકડના પ્રયાસો કરી રહી છે.

ભારતીય બેંકોની ઓવરસિઝ બ્રાંચની તપાસ પણ સીબીઆઇ કરી રહી છે. વિદેશમાં નિરવ મોદીને એલઓયુના આધારે પૈસા આપવામાં જે પણ અધિકારી સામેલ છે તેમની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક બેંક અધિકારીઓની પૂછપરછ થઇ ચુકી છે. નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ લેટર ઓફ અન્ડરટેકિંગના આધારે પૈસા લીધા હતા. જેમાં બેંકના અધિકારીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકો સાથેનું દેશનું અત્યાર સુધીનું સૌથી મોટુ બેંકિંગ કૌભાંડ આચર્યું હતું.

બેંકે બિન જામીનપાત્ર વોરંટ જારી કરી દીધુ હોવાથી હવે ઇન્ટરપોલ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ ટુંક સમયમાં રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી શકે છે. રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલ જારી કરે છે. જેના દ્વારા જે તે અપરાધી વ્યક્તિ ક્યાં છે તેની માહિતી સત્તાવાર રીતે મળી જાય છે સાથે તેની ધરપકડ કરવામાં પણ સરળતા રહે છે. આ એક આંતરરાષ્ટ્રીય ધરપકડ માટેની નોટિસ પણ માનવામાં આવે છે.

Post Comments