Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદી કૌભાંડ : PNBનો ઓડિટ રિપોર્ટ હાજર કરવા CVCનો આદેશ

- પંજાબ બેંકના ઓડિટમાં પણ ગરબડની શક્યતા

- બેંકના એચઆર વિભાગ પાસેથી ભરતી પ્રક્રિયાની વિગતો પણ માગવામાં આવી

નવી દિલ્હી, તા.08 એપ્રિલ 2018, રવિવાર

સેન્ટ્રલ વિજિલંસ કમિશન (સીવીસી)એ પંજાબ નેશનલ બેંકના ઓડિટર્સ પાસેથી ઓડિટિંગનો સંપૂર્ણ વિગતવારનો અહેવાલ માગ્યો છે. આ ઉપરાંત જે પણ સત્તાવાર ઓડિટર્સ છે તેમની એક બાદ એક પૂછપરછ પણ કરવામાં આવશે. ઓડિટિંગ સિસ્મમાં કોઇ ખામી રહી ગઇ છે કે કેમ તેની ચકાસણ કરવામાં આવશે.

પંજાબ નેશનલ બેંકના ૧૭૦૦૦ કરોડ જેટલી રકમના નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ કરેલા કૌભાંડની તપાસમાં હાલ દેશની જુદી જુદી એજન્સીઓ કામે લાગી ગઇ છે અને હવે સીવીસીએ પણ કાર્યવાહી શરૃ કરી દીધી છે.  પંજાબ નેશનલ બેંક સાથે આચરેલા ભ્રષ્ટાચારની તપાસ મામલે સેન્ટ્રલ વિજિલંસ કમિશને ચીફ વિજિલંસ ઓફિસર (સીવીઓ) પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. આ ઓફિસરને જ સીવીસીએ પંજાબ સ્કેમ મુદ્દે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

સીવી કમિશનર કે.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ માત્ર પ્રાથમિક માહિતી મળી છે જ્યારે વિગતવાર અહેવાલ આવવાનો બાકી છે. સત્તાવાર રીતે ઓડિટ કેવી રીતે થયું છે તેની માહિતી પણ મેળવવામાં આવી રહી છે.  આ ઉપરાંત અમે પંજાબ નેશનલ બેંકના એચઆર પાસેથી પણ વિગતવાર માહિતી મેળવી રહ્યા છીએ. બેંકમાં કોની કોની ભરતી કરવામાં આવી હતી અને કેવા સંજોગોમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી વગેરે ચકાસવામાં આવશે. નોંધનીય છે કે બેંકના સ્ટાફ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને અનેકની ધરપકડ પણ થઇ ચુકી છે. આવી સ્થિતિમાં એચઆર અને ઓડિટ વિભાગની હવે તપાસ હાથ ધરાઇ છે.

Post Comments