Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદીનો પંજાબ નેશનલ બેંક કૌભાંડની સીબીઆઇ તપાસમાં જોડાવાનો ઇનકાર

- બે અબજ ડોલરના કૌભાંડના મુખ્ય આરોપીની નફ્ફટાઇ

- સીબીઆઇએ પીએનબીના ઇન્ટરનલ ચીફ ઓડિટર એમ કે શર્માની ધરપકડ કરી : નિરવ મોદી અને મેહુલ ચોક્સીની અવરજવર નિયંત્રિત કરવા આઇટીએ લૂક આઉટ સર્કયુલર જારી કર્યા : આઇટીએ નિરવ મોદીની ૭૦ કરોડની ચાર મિલકતો ટાંચમાં લીધી

નવી દિલ્હી, તા. ૨૮ ફેબ્રુઆરી 2018, બુધવાર

અબજપતિ હીરાના વેપારી નિરવ મોદીએ બિઝનેસમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડની સીબીઆઇ તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કરી દીધો છે. આ ઇનકાર પછી સીબીઆઇએ નિરવ મોદીને પત્ર લખી આગામી સપ્તાહમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

આ દરમિયાન સીબીઆઇએ પીએનબીના ઇન્ટરનલ ચીફ ઓડિટર એમ કે શર્માની ધરપકડ કરી છે. શર્મા ચીફ મેનેજર રેન્કના અધિકારી છે. આ કેસમાં પ્રથમ વખત બેંકના ઓડિટરની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ આવકવેરા વિભાગે નિરવ મોદી અને મેહુલ ચોક્સીની અવરજવર નિયંત્રિત કરવા તેમની વિરુદ્ધ લૂક આઉટ સર્કયુલર જારી કર્યા છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે નિરવ મોદીની ૭૦ કરોડ રૃપિયાની ચાર મિલકતો ટાંચમાં લીધી છે.

સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર શર્મા સ્કેલ-૪ના અધિકારી છે. અને તેઓ બેંકની ઓડિટિંગ સિસ્ટમ માટે જવાબદાર છે.

સીબીઆઇએ નિરવ મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે તે હાલમાં જે દેશમાં છે તે દેશમાં આવેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધે. જેથી કરીને તેમને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

એજન્સીએ નિરવ મોદીને જણાવ્યું છે કે આરોપી માટે ફરજિયાત છે કે જ્યારે પણ જરૃર પડે ત્યારે તેણે તપાસમાં સહકા આપે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સીબીઆઇએ નિરવ મોદીને ઇમેલ કરી પંજાબ નેશનલ બેંકના ૧૧,૩૯૪.૦૨ કરોડ રૃપિયાના કૌભાંડની તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.

Post Comments