Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં મેન્ગૂ્રવના નાશ બદલ ગુજરાત અને કેન્દ્રને NGT એ નોટીસ ફટકારી

- કચ્છી પ્રજાતીના ખરાઇ ઊંટો ભોજનથી વંચિત

- દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નાની અને મોટી ચિરાઇમાં મેનગ્રો નાશ કરાઇ રહ્યાનો આરોપ

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા.૮  માર્ચ 2018, ગુરૂવાર

ગુજરાતના કચ્છ જિલ્લામાં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મેનગ્રો નાશ કરાઇ રહ્યાહોવાના આરોપ કરતી અરજી પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT એ કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી જવાબો માગ્યા હતા. જસ્ટિસ જવ્વાદ રહીમના નેતૃત્વ હેઠળની બેંચે કેન્દરના પર્યાવરણ અને વન મંત્રાલય, ગુજરાત રાજ્ય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી, દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને અન્યોને એક સપ્તાહમાં તેમના જવાબો રજૂ કરવા નોટીસ પાઠવી હતી.

'આ બધાને નોટીસ મોકલાવ'એમ ૧૯ માર્ચે પર વધુ સુનાવણી રાખતી બેંચે કહ્યું હતું. દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં નાની અને મોટી ચિરાઇમાં મેનગ્રોની આડેધડ કટાઇ કરવામાં આવી રહી હોવાની ફરીયાદ કચ્છ કેમલ બુ્રડીન એસોસિએશન દ્વારા કરવામાં આવેલી અરજી પર ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી હતી. ' મેનગ્રોના નાશના કારણે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ ૧૯૮૦અને કોસ્ટલ રેગ્યુલેટ્રી ઝોન નોટિફિકેશનનો જ ભંગ થતો નથી, બલકે કચ્છી પ્રજાતીના ખરાઇ ઊંટોને તેમના ભોજનથી પણ વંચિત રાખવામાં આવે છે.

 મેનગ્રો ઊંટોની મુખ્ય ખોરાક છે અને તેમના નાશથી સેંકડો  ઊંટપાલક પરિવારોની રોજી રોટી છીનવાઇ જાય છે.અરજીમાં દાવો કરાયો હતો કે પ્રતિવાદીની સતત  ચાલતી વિનાશકારી પ્રવૃત્તિના કારણે  એ જગ્યાએ જોવા મળતાં મેનગ્રોનો નાશ થઇ રહ્યો છે. પરિણામે માત્ર કચ્છમાં જ જોવા મળતાં ખેરાઇ ઊંટ નાશ થવાના આરે છે. ઊંટ પર જ નભતા અનેક પરિવારોની રોજી રોટી પણ એના કારણે છીનવાઇ ગઇ હતી.

Post Comments