Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓમાં તમામ મતદાન મથકો પર VVPAT મશીન મૂકાશે

- જુલાઇ સુધીમાં ચૂંટણી પંચ પાસે કુલ ૮૪,૦૦૦ VVPAT મશીનો હશે

- બંને રાજ્યો માટે ચૂંટણી પંચ નવા ૩૦,૦૦૦ VVPAT મશીનો ખરીદશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
જુલાઇમાં ચૂંટણી પંચ નવા ૩૦,૦૦૦ વીવીએપીટી(વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ)  મશીન ખરીદશે.આ મશીનો મળ્યા પછી ચૂંટણી પંચ પાસે વીવીએપીટી મશીનોનો એટલો સ્ટોક થઇ જશે કે તે ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તમામ મતદાન મથકો પર વીવીએપીટી મશીન મૂકી શકશે. 
 
ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે હાલમાં ૫૩,૫૦૦ વીવીએપીટી મશીનો છે. આગામી ત્રણ મહિનામાં અમને બીજા ૩૦,૦૦૦ મશીનો મળી જશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમા ચૂંટણી દરમિયાન ૮૪,૦૦૦ જેટલા વીવીએપીટી મશીનો પૂરતા છે. 
 
જ્યારે આ બંને રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તે વખતે જ મતદાન મથકો વીવીએપીટી મશીનો મૂકવાની પણ જાહેરાત કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે ૧૮૨ સભ્યોવાળી ગુજરાત વિધાનસભાની મુદ્દત ૨૨ જાન્યુઆરીએ જ્યારે ૬૮ સભ્યોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદ્દત ૭ જાન્યુઆરીએ પૂર્ણ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને રાજ્યોમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. 
 
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તમામ મતદાન મથકો પર વીવીએપીટી મશીનો મૂકવા હોય તો ચૂંટણી પંચને વધુ ૧૬,૧૫,૦૦૦ વીવીએપીટી મશીનોની જરૃર પડશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના નેતૃત્ત્વમાં ૧૬ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મળીને ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી. 

Post Comments