Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરને ભડકે બાળવા અલગતાવાદીઓને પાકે. ભંડોળ આપ્યું: એનઆઇએની તપાસ શરૃ

- સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાન ખુલ્લુ પડયું

- ISI, તોયબાએ આપેલા નાણાં અલગતાવાદીઓએ પથ્થરમારા માટે ફાળવ્યા

ગીલાની સહીતના અલગતાવાદીઓની ધરપકડની શક્યતા
શ્રીનગર, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ અને આતંકી સંગઠનો કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે ફંડિંગ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આઇએસઆઇ અને હાફિઝ સઇદ જેવા આતંકીઓ કાશ્મીરમાં પથ્થરમારો કરાવવા માટે સ્થાનિક યુવકોને નાણા આપી રહ્યા છે.
 
આ અંગે હવે એનઆઇએ દ્વારા કેસ દાખલ કરીને તપાસ શરૃ કરી દેવામાં આવી છે. એનઆઇએએ કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની, નઇમ ખાન સહીત કેટલાક વિરૃદ્ધ કેસ દાખલ કર્યો છે. અને એક ટીમ શ્રીનગર તપાસ માટે રવાના થઇ ગઇ હોવાના અહેવાલો છે. 
 
એક સ્ટિંગ ઓપરેશનમાં નઇમ ખાને કબુલ કર્યું હતું કે તેણે લશ્કરે તોયબા જેવા આતંકી સંગઠનો અને આઇએસઆઇ પાસેથી ફંડ લીધુ હતું, જેનો ઉપયોગ કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીં પથ્થરમારો કરવા માટે યુવકોને નાણાની લાલચ અપાઇ રહી છે કે જેથી કાશ્મીરમાં હિંસા યથાવત રહે. 
 
એનઆઇએ સ્ટિંગ ઓપરેશનની સીડી પણ ન્યૂઝ ચેનલ પાસે માગી છે. જે આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો સાબિત થઇ શકે છે. આ પહેલા ગુપ્તચર સંસ્થાઓએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાક. કાશ્મીરમાં હિંસા માટે આતંકીઓ અને અલગતાવાદીઓ વડે મોટા પાયે નાણા ઘુસાડી રહ્યું હોવાની શક્યતાઓ છે. જોકે હવે આ રિપોર્ટ સાચો ઠરી રહ્યો છે. 
 
આ મામલે સૈયદ અલી શાહ ગીલાની અને અન્ય શંકાસ્પદ અલગતાવાદીઓની એનઆઇએ ગમે ત્યારે ધરપકડ કરે તેવી શક્યતાઓ છે. જોકે તેને કારણે કાશ્મીરમાં હિંસા વધી જવાની શક્યતાઓ છે. હાલ કાશ્મીરમાં આ મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે. 

Post Comments