Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે જાધવ ભારત માટે ચિંતાનો વિષય છે : વિદેશ મંત્રાલય

- કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાનની નફ્ફટાઈ

- જાધવને ક્યાં રખાયો છે, કેવી હાલતમાં છે એ વિશે પાક. માહિતી આપતું નથી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
ભારત સરકારે કુલભૂષણ જાધવને ફાંસી મુદ્દે પાકિસ્તાન પાસેથી માહિતી મેળવવાના અત્યાર સુધી ૧૫ વખત નિષ્ફળ પ્રયાસ કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે, અમે જાધવને લઈને ચિંતિત છીએ, પરંતુ તેને ક્યાં રખાયો છે એ વિશે પણ અમે કશું જાણતા નથી. તે કઈ સ્થિતિમાં છે એ વિશે પણ અમારી પાસે કોઈ માહિતી નથી. 
 
પાકિસ્તાને જણાવ્યું હતું કે, જાધવ અમારી અટકાયતમાં છે અને સલામત સ્થળે છે. જોકે, ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસને પાકિસ્તાન તરફથી એથી વિશેષ કોઈ જ જાણકારી અપાઈ નથી રહી. પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, અમે કાયદેસરની કાર્યવાહી કરીને જ આગળ વધી રહ્યા છીએ. એ વિશે અમે ભારત સરકારને સત્તાવાર રીતે જ માહિતી પહોંચાડીશું. 
 
જોકે, ભારત સરકારે પાકિસ્તાનને સવાલ કર્યો છે કે, જાધવ સામેની કાયદેસરની કાર્યવાહી કેટલી આગળ વધી છે? બાગલેએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના કાયદા પ્રમાણે આપણી પાસે કેટલાક વિકલ્પો ખુલ્લા છે. જોકે, અમે હજુયે પાકિસ્તાન પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે જાધવ ભારત માટે ખરેખર ચિંતાનો વિષય છે. 

Post Comments