Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુલાયમ સિંહના ઘરમાં ચાર લાખની વીજ ચોરી ઝડપાઈ

- પાવર સ્ટ્રગલમાંથી હવે પાવર ચોરી તરફની સફર

- ઈટાવાહ ખાતે આવેલા કદાવર મકાનમાં મંજૂરી કરતા વધુ વીજળી વપરાતી હતી

મહિનાના અંત સુધીમાં બિલ ફરવા તાકીદ
ઈટાવાહ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
મુલાયમ સિંહ યાદવના ઈટાવાહ સ્થિત ઘરે આજે વીજ વિભાગની ટીમ પહોંચી હતી. ઘરમાં લગાવેલા ગેરકાયદેસર મિટરને હટાવીને તેના સ્થાને નવું મીટર ફીટ કરવામાં આવ્યુ હતુ. મુલાયમ સિંહના ઘરમાં કુલ મળીને ૪,૧૦,૬૬૫ રૃપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી. હમણાં સુધી મુલાયમ સિંહે સત્તા મેળવવા માટે સંઘર્ષ (પાવર સ્ટ્રગલ) કર્યો હતો. હવે તેમાંથી પાવર ચોરી પર ઉતરી આવ્યા હોય એવી આ ઘટના સામે આવી હતી.
 
૨૦૧૬માં મુલાયમ સિંહનું ઈટાવાહ ખાતે વિશાળ મકાન બન્યું હતુ. ઈટાવાહ તેમનું વતન છે. આ મકાનમાં એ વખતે ૫ કિલોવોટનું મિટર લગાડાયુ હતુ. હકીકતે એ મકાનમાં ૪૦ કિલોવોટનું મિટર હોવું જોઈએ. નાનુ મિટર હોવાને કારણે બિલ પણ ઓછુ આવતુ હતુ. યોગી આદિત્યનાથે આજે આ વીજ ચોરી અંગે સપાટો બોલાવ્યો હતો.
 
વીજ વિભાગના કર્મચારીઓ મુલાયમ સિંહના ઘરે પહોંચ્યા હતા અને તેમનું મિટર બદલાવી નાખ્યુ હતું. સાથે સાથે મહિનાના અંત સુધીમાં વીજ બિલ ભરી દેવાની પણ તાકીદ કરી હતી. ઉત્તર પ્રદેશમાં વીજ ચોરીની બાબતમાં ઈટાવાહ નંબર વન વિસ્તાર છે. કેમ કે યાદવ પરિવારનો ગઢ હોવાથી ત્યાં કોઈની તપાસ કરવાની હિંમત થતી ન હતી. યોગીએ હવે એ ગઢમાં ગાબડા પાડવાની શરૃઆત કરી છે.
 

Post Comments