Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેજરીવાલે હવાલા કંપનીઓને બચાવવા નોટબંધીનો વિરોધ કર્યો : કપિલ મિશ્રા

- આપમાંથી હાંકી કઢાયેલા નેતાનો વધુ એક આરોપ

- ગેરરીતિ આચરનારા રોહિત ટંડન કેજરીવાલના માણસ હોવાનો દાવો

ફંડ કાયદેસર રીતે જ લેવાયુ છે, અત્યાર સુધી કેમ કોઇ તપાસ એજન્સીએ સવાલો ન ઉઠાવ્યા ? : આપ
નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આમ આદમી પાર્ટીમાંથી કાઢી મુકાયેલા કપિલ મિશ્રાએ આપ અને અરવિંદ કેજરીવાલ પર વધુ કેટલાક આરોપો લગાવ્યા છે. તેઓએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ નોટબંધીનો વિરોધ એટલા માટે કરી રહ્યા હતા કેમ કે તેઓ પોતાના માનીતાને બચાવવા માગતા હતા. કપિલ મિશ્રાએ દાવો કર્યો હતો કે કેજરીવાલે દિલ્હીના જાણીતા વકીલ રોહીત ટંડન પાસેથી લાખો રૃપિયા લીધા છે. રોહીત ટંડન પર કાળા નાણાને ધોળા કરવાના કૌભાંડનો આરોપ છે. 
 
કપિલ મિશ્રાના જણાવ્યા અનુસાર દેશમાં જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે સૌથી પહેલા તેનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ નિકળી પડયા હતા. કેમ કેજરીવાલે આ વિરોધ કર્યો ? કેમ કે તેઓ પોતાના માનીતા રોહીત ટંડન અને હવાલા કંપનીઓને બચાવવા માગતા હતા. કેજરીવાલનો કોલર મારા હાથમાં છે અને તેને ગમે ત્યારે હું તિહાર જેલમાં ધકેલીને જ રહીશ તેવો દાવો મિશ્રાએ કર્યો હતો. 
 
બીજી તરફ આપના નેતા સંજયસિંહે કપિલ મિશ્રાના આરોપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે આપને જે બે કરોડનું દાન ૨૦૧૪ના સમયગાળામાં મળ્યું તેમાં કોઇ ગેરરીતી નથી આચરવામાં આવી. બેંકિંગ નિયમોને પાળીને આ ફંડ લેવામાં આવ્યું છે. મિશ્રા ભાજપની ભાષા બોલી આપને બદનામ કરવા માગે છે એટલે જે પણ મનમાં આવે તે આરોપો લગાવી દેશે. 
 
સંજયસિંહે દાવો કર્યો હતો કે અત્યાર સુધી કોઇ જ એજન્સીએ આપ તરફ આંગળી નથી ઉઠાવી, આ બે કરોડના ફંડનો વિવાદ બે વર્ષથી ચગાવવામાં આવી રહ્યો છે, કોઇ એજન્સીએ અત્યાર સુધી કોઇ ગેરરીતી થઇ હોવાનો દાવો કર્યો ? મિશ્રાના આરોપો પાયા વિહોણા છે. 
ગઇ કાલે મુકેશ કુમાર નામના એક બિઝનેસમેને પણ દાવો કર્યો હતો કે મે આપને મારી ચાર કંપનીઓ કે જે દિલ્હીમાં નોંધાયેલી છે તેના થકી આ ફંડ આપ્યું છે. જોકે કપિલ મિશ્રાએ દાવો કર્યો હતો કે મિશ્રા જે ચાર કંપનીઓના માલિક હોવાનો દાવો કરી રહ્યા છે તેમાંથી બે કંપનીઓના તેઓ ડાયરેક્ટર નથી, આ બે શેલ કંપનીઓ છે. 
 
હાજર થવાને બદલે પ્રેસકોન્ફરન્સમાં વ્યસ્ત કપિલ મિશ્રા પર લોકાયુક્ત નારાજ
કપિલ મિશ્રાને શુક્રવારે લોકાયુક્ત સમક્ષ ૧૧.૩૦ કલાકે હાજર થવાનું હતું. જોકે મિશ્રાએ પોતાની જગ્યાએ એક પોતાના પ્રતિનિધિને મોકલી દેતા અને પોતે પ્રેસકોન્ફરન્સમાં વ્યસ્ત રહેતા લોકાયુક્ત નારાજ થયા છે અને તાત્કાલિક લોકાયુક્ત કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. કપિલ મિશ્રાએ કેજરીવાલ પર જે પણ આરોપો લગાવ્યા તેની તપાસ કરવાની માગણી વકીલ નીરજ કુમારે કરી હતી. જે બાદ મિશ્રાને આ મામલે સ્પષ્ટતા કરવા લોકાયુક્તે તેડુ મોકલ્યું હતું. 
 
કપીલ મિશ્રાએ ચાર કંપનીઓ પર આરોપો લગાવ્યા
કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર હવાલાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે કૌભાંડી કંપનીઓ પાસેથી તેઓએ ફંડ લીધુ છે. મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગોલ્ડમાઇન બિલ્ડકોન પ્રા. લિ., ઇન્ફોલેન સોફ્ટવેર સોલ્યુશન લિ., સ્કાઇલાઇન મેટર એન્ડ એલોટ પ્રા. લિ. અને સનવિઝન એજન્સી પ્રા. લિ. પર આરોપો લગાવ્યા હતા. આ કંપનીમાંથી કેટલીકને આપ સરકારે જ નોટીસ પાઠવી છે, તેમ છતા કેજરીવાલે તેની પાસેથી ફંડ લીધુ, મિશ્રાની સાથે આ દાવામાં આપમાંથી કાઢી મુકાયેલા હસલામ પણ જોડાયા હતા. હસલામ એક ભાજપી નેતા સાથે પણ અગાઉ ફોટો પડાવતા નજરે પડયા હતા. 

Post Comments