Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુનાવણીની યોગ્ય તક અપાઇ નથી, કોર્ટમાં જઇશ : તેજ યાદવ

- બરતરફ કરાયેલા બીએસએફ જવાનનો દાવો

- ફોન જપ્ત કરી લીધું હોવાથી સાક્ષીઓને સુનાવણી વખતે ન બોલાવી શક્યો

(પીટીઆઇ) રેવારી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
બીએસએફના જવાનોને પીરસવામાં આવતા ભોજનની સોશિયલ મીડિયામાં ટીકા કરવા બદલ બરતરફ કરાયેલા બીએસએફ જવાન તેજ બહાદુર યાદવે આજે જણાવ્યું હતું કે મને સુનાવણીનો યોગ્ય તક આપવામાં આવી નથી. હું બીએસફની કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશને કોર્ટમાં પડકારીશ.
 
હરિયાણામાં રેવારીના રહેવાસી યાદવે પાંચ મહિના પહેલા પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે આક્ષેપ કર્યો હતો કે બીએસએફના જવાનોને હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવે છે. 
 
જમ્મુ-કાશ્મીરથી પોતાના ગામ પરત ફર્યા પછી યાદવે જણાવ્યું હતું કે સુનાવણી દરમિયાન હું સાક્ષીઓને ફોન કરીને બોલાવવા માગતો હતો પણ મારો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હોવાથી હું સાક્ષીઓને બોલાવી શક્યો ન હતો. મને પેન્શન અને નિવૃત્તિના કાગળો તૈયાર કરવાનું જણાવાયા પછી મને બરતરફ કરવાના નિર્ણય સાંભળ્યા પછી મને આઘત લાગ્યો હતો.

Post Comments