Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેલવેના કમ્પ્યુટર્સ પર રેન્સમવેર વાઇરસનો હુમલો થતાં હાઈ એલર્ટ

- પશ્વિમ-મ. રેલવેના કોટા કાર્યાલયમાં દોઢ ડઝન કમ્પ્યુટર્સ ઠપ

- ટિકિટ બૂકિંગને વ્યાપક અસર થવાની ભીતિ : રેન્સમવેર વાઇરસના ડરથી રેલવેમાં ઓનલાઈન પેમેન્ટ ઘટયું

જયપુર, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ઈન્ડિયન રેલવેના કમ્પ્યુટર્સ ઉપર રેન્સમવેર વાયરસનો હુમલો થતાં રેલવે તંત્રમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. વેસ્ટ-સેન્ટ્રલ રેલવે ઝોનના કોટા કાર્યાલયના દોઢ ડઝન કમ્પ્યુટર્સ હેક થયા હતા. રેન્સમવેર એટેકના કારણે ટિકિટ બૂકિંગને અસર થાય એવી શક્યતા છે.
 
દુનિયાભરમાં હાહાકાર મચાવનારા રેન્સમવેર વાયરસે ભારતમાં પણ મોટા પાયે કમ્પ્યુટર્સ સિસ્ટમ ખોરવી છે. હવે રેલવે તંત્રની કમ્પ્યુટર્સ સિસ્ટમને પણ નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે. પશ્વિમ-મધ્ય રેલવે ઝોનમાં આવેલા રાજસ્થાનના કોટા કાર્યાલયમાં રેન્સમવેર વાયરસના કારણે લગભગ ૧૮-૨૦ કમ્પ્યુટર્સ ખોરવાઈ ગયા હતા. આ કમ્પ્યુટર્સ ખોરવાયા હોવાના કારણે ટિકિટ બૂકિંગની વ્યવસ્થાને અસર થઈ હતી.
 
આ ઘટના પછી રેલવે તંત્રએ હાઈ એલર્ટ જારી કર્યો છે. રેન્સમવેર વાયરસના ડરથી લોકોએ રેલવેમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું સાવ ઓછું કર્યું નાખ્યું છે. જો રેન્સમવેર વાયરસનો હુમલો રેલવેના કમર્શિયલ વિભાગના કમ્પ્યુટર્સ ઉપર થાય તો વ્યાપક રીતે બૂકિંગ સિસ્ટમ અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને અસર થાય.
 
પરિણામે અરાજકતા સર્જાય શકે. એ સ્થિતિ નિવારવા માટે આખાય રેલવે તંત્રને એલર્ટ કરાયું છે. રેન્સમવેર વાયરસના કારણે દેશભરના ઈન્ટરનેટ યુઝર્સમાં ભયનો માહોલ સર્જાયો છે. એ કારણે રેલવેના ઓનલાઈન પેમેન્ટમાં ઘટાડો આવ્યો છે.
 
રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લાં એક સપ્તાહથી રેન્સમવેર વાયરસનો ભય વધ્યો છે એટલે રેલવેમાં મુસાફરી કરતા લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાને બદલે રોકડ વ્યવહાર કરવાનું વધુ સલામત માનવા લાગ્યા છે.

Post Comments