Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ. ભારતમાં ગરમીનું પ્રચંડ મોજું: રાજસ્થાનનું શ્રીગંગાનગર ૪૬ ડિગ્રીએ શેકાયું

- ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હજી હીટવેવની ચેતવણી

- મરૃથા વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં કેન્દ્રિત થયું : બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગ

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ, 2017, રવિવાર
 
ઉત્તર ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યો હતો. રાજસ્થાનમાં પ્રચંડ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગે વિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં તોફાની વરસાદની ચેતવણી આપી હતી. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં હિટવેવની આગાહી કરી હતી.
 
પાટનગર દિલ્હીમાં સતત બીજે દિવસે પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યો હતો. મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી નોંધાયું હતું.
 
રાજસ્થાનમાં તાપમાનમાં એકાએક બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં પ્રચંડ ગરમી પડી હતી અને જનજીવન ઠપ થયું હતું. શ્રીગંગાનગરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બિકાનેરમાં ૪૫.૪, જેસલમેરમાં ૪૫.૧, કોટામાં ૪૪.૩, પિલાનીમાં ૪૩.૫, અને અજમેરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.
 
ઓડિશામાં ગરમીની તીવ્રતા વધી હતી. સૌથી વધુ બાલાંગિરમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના ૧૦ સ્થળોનું તાપમાન ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યું હતું. તિતલાગઢમાં ૪૩.૬ અને ભવાનીપુરામાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 
તેલંગણાના અદિલાબાદમાં સૌથી વધુ ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય છ સ્થળોનું તાપમાન ૪૩ ડિગ્રીથી વધુ રહ્યું હતું. હૈદરાબાદમાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હિટવેવની  આગાહી કરી હતી.
 
પંજાબ અને હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડી હતી. નારનોલમાં ૪૪.૩ ડિગ્રી તાપમાન  નોંધાયું હતું.
 
હવામાન વિભાગે મરૃથા વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં કેન્દ્રિત થયેલું હોવાનું જણાવી બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી હતી. તે ઉપરાંત આગામી ૨૪ કલાકમાં આંદામાનમાં પણ ભારે વરસાદની આગાહી કરી હતી.
Keywords national,heat,wave,in,india,

Post Comments