Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીજીની હત્યા કેસમાં ગોરખનાથ મંદિરના પૂર્વ મહંતની ધરપકડ થઇ હતી

- આદિત્યનાથના ગોરખનાથ મંદિરનો વિવાદાસ્પદ ઇતિહાસ

- ગાંધીજીની હત્યા કેસમાં મહંત દિગ્વિજયનાથ પર ગોડ્સેને હથિયારો મોકલવાનો આરોપ હતો

મહંત દિગ્વિજયનાથ ગાંધીજીની હત્યાના કેસમાં નવ મહિના જેલમાં પણ રહ્યા હતા
નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે યોગી આદિત્યનાથની પસંદગી કરવામાં આવી છે જેને લઇને એક બાદ એક વિવાદો પણ બહાર આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર યોગી આદિત્યનાથ જે  ગોરખનાથ મંદિરના મહંત છે તે મંદિરનો ઇતિહાસ પણ ગાંધીજીની હત્યા સાથે સંકળાયેલો છે. દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા કરવામાં આવી તેમાં કેટલાકના નામ ઉછળ્યા હતા. એમાનું એક નામ આ ગોરખનાથ મંદિરના પૂર્વ મહંત દિગ્વિજયનાથનું પણ હતું. 
 
૧૮૯૪માં જન્મેલા દિગ્વિજયનાથ આ ગોરખનાથ મંદિરના મઠમાં જ મોટા થયા હતા. મહંત બન્યાના ત્રણ વર્ષ બાદ ૧૯૩૭માં તેઓ હિંદુ મહાસભાના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા હતા. એવા અહેવાલો છે કે મહાસભાના સભ્યોની જેમ દિગ્વિજયનાથ પણ ગાંધીજીના ટીકાકાર હતા.
 
ગાંધીજીની હત્યાના કાવતરામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતા કે તેમણે જ નાથુરામ ગોડ્સેને ગાંધીજીની હત્યા માટે હથિયાર આપ્યા હતા.  ધ ડાર્ક નાઇટ નામની પુસ્તકના પેજ નંબર ૨૮માં જણાવવામાં આવ્યું છે કે નાથુરામ ગોડ્સેને હથિયારો પુરા પાડવાના આરોપ હેઠળ દિગ્વિજયનાથની ધરપકડ કરાઇ હતી.
 
તેઓ નવ મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા. બાદમાં અવૈદ્યનાથને ગોરખનાથ મંદિરના મહંત બનાવાયા. તેઓએ બાદમાં ૧૯૯૪માં આ મંદિરના મહંત તરીકે યોગી આદિત્યનાથની વરણી કરી હતી. ૧૯૯૮માં તેઓ ચૂંટણી લડયા અને જીત્યા. 
 

Post Comments