Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંપનીઓ માટે 'બાય વન ગેટ વન ફ્રી' સ્કીમ ઉપર પણ જીએસટી ફરજિયાત

- કંપનીઓએ આવા પ્રકારની ઓફર આપવાનું બંધ કર્યુ : કંપનીઓ કોઇ પણ વસ્તુ ફ્રીમાં આપવાને બદલે સીધું જ ડિસ્ક

નવી દિલ્હી, તા. 1 ઓગસ્ટ, 2017, મંગળવાર

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)નો અમલ શરૃ થયા પછી ફ્રી પિત્ઝા અથવા એક પર એક ફ્રી જેવી ઓફર આપવી કંપનીઓ માટે હવે મુશ્કેલ બની ગયું છે. જુલાઇમાં જીએસટી અમલમાં આવ્યા પછી ઘણી બધી પેકેજ્ડ પ્રોડકટ્સ અને ફૂડ સર્વિસીસ કંપનીઓએ આવા પ્રકારની ઓફર આપવાનું બંધ કરી દીધું છે.

જીએસટીની જોગવાઇ મુજબ જો કોઇ  કંપની પોતાના ગ્રાહકને કોઇ પણ વસ્તુ ફ્રીમાં આપશે તો કંપનીએ તે વસ્તુ પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. આ ઉપરાંત જ્યારે તે કોઇ વસ્તુના વેચાણને 'મફત' તરીકે દર્શાવશે તો તેને તેના પર ઇનપુટ ક્રેડિટ મળશે નહીં. આ જ કારણથી કંપનીઓ હવે ગ્રાહકોને લલચાવવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પૈકીની એક કંપનીના માર્કેટિંગ હેડના જણાવ્યા મુજબ કંપનીએ 'બાય વન ગેટ વન ફ્રી' સ્કીમ બંધ કરી દીધી છે અને તેના બદલે કંપનીએ ગ્રાહકને સીધું જ ડિસ્કાઉન્ટ  આપવાનું શરૃ કરી દીધું છે. આમ કરવાથી બિઝનેસ મુશ્કેલ બની ગયું છે પણ જીએસટી આવ્યા પછી કંપની પાસે અન્ય કોઇ વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ ત્રિમાસિક ગાળાથી કન્ઝયૂમર ગુડ્સ અને પેકેજ્ડ ફૂડ કંપનીઓ ઓછી માગના પડકારનો સામનો કરી રહી હોવાથી કંપનીઓ વેચાણ વધારવા માટે અત્યાર સુધી ફ્રી ઓફર્સનો ઉપયોગ કરતી હતી.

એફએમસીજી ક્ષેત્રની અન્ય એક કંપનીના એમડીએ જણાવ્યું હતું કે જીએસટીની જોગવાઇઓને ધ્યાનમાં રાખી અમારી કંપની ડિસ્કાઉન્ટ જેવા અન્ય માર્ગો અંગે વિચારી રહી છે.  દેશની અગ્રણી પિત્ઝા કંપનીઓ પર એક પર એક વસ્તુ ફ્રી જેવી સ્કીમ બંધ કરી રહી છે. એક અગ્રણી પિત્ઝા કંપનીના એમડીના જણાવ્યા મુજબ બે પિત્ઝા ખરીદવા પર ત્રીજા પર ડિસ્કાઉન્ટ જેવી ઓફર શરૃ કરવામાં આવી છે.

ટેકસ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો કોઇ કંપની કોઇ વસ્તુ મફતમાં આપશે તો કંપનીએ તેના પર જીએસટી ચૂકવવો પડશે. જેમાં ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને અપાતી ફ્રી ગિફ્ટ પણ સામેલ છે.

Post Comments