Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમને કોઇ જવાબદારીનું ભાન છે કે નહીં ?: NGTની શ્રી શ્રીને લપડાક

- શ્રી શ્રી રવિશંકરે દોષનો ટોપલો NGT પર ઢોળ્યો હતો

- એનજીટીએ શ્રી શ્રી રવિશંકરની ટિપ્પણીને આઘાતજનક ગણાવી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે યમુના નદીકાંઠાને થયેલા નુકશાન માટે કેન્દ્ર અને ગ્રીન પેનલને જવાબદાર ઠેરવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને આંચકો લાગ્યો છે. એનજીટીના ચેરમેન ન્યાયમૂર્તિ સ્વાતંત્રર કુમારના નેતૃત્ત્વવાળી ખંડપીઠે શ્રી શ્રી રવિશેકરમે જણાવ્યું છે કે તમને જવાબદારીનું ભાન છે કે નહીં?. તમને ગમે તેમ બોલવાની સ્વતંત્રતા કોણે આપી? આ આઘાતજનક છે. 
 
અરજકર્તા મનોજ મિશ્રા વતી હાજર રહેલા એડવોકેટ સંજય પરીખે ખંડપીઠને રવિશંકરના તાજેતરના નિવેદનથી માહિતગાર કર્યા પછી ખંડપીઠે આ ટિપ્પણી કરી હતી. રવિશંકરે પોતાના એનજીઓને યમુના નદીના કાંઠે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ એનજીટી અને સરકાર પર આક્ષેપો મૂક્યા હતાં. 
 
પરીખે ખંડપીઠને જણાવ્યું હતું કે આધ્યાત્મિક ગુરુ આટલેથી અટક્યા ન હતાં તેમણે એનજીટી વિરુદ્ધ બીજા અનેક આરોપો મૂક્યા છે. આર્ટ ઓફ લિવિંગની વેબસાઇટ અને તેમના ફેસબુક પેજ ઉપર પણ રવિશંકરનું નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું છે.  
 
આર્ટ ઓફ લિવિંગ વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે તેમને નિષ્ણાતોની સમિતિએ કરેલા નુકસાનની સમીક્ષા સામે વાંધો છે. ત્યારબાદ ખંડપીઠે ફાઉન્ડેશન અને કેસ સાથે સંકળાયેલા અન્ય પક્ષકારોને બે સપ્તાહની અંદર પોેતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.  કેસની આગામી સુનાવણી ૯ મેના રોજ રાખવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે ૧૮ એપ્રિલે રવિશંકરે જણાવ્યું હતું કે યમુના નદીના કાંઠાને થયેલા નુકસાન માટે જો આર્ટ ઓફ લિવિંગ જવાબદાર છે તો કાર્યક્રમની મંજૂરી આપનાર સરકાર અને એનજીટી પણ એટલા જ જવાબદાર છે. નિષ્ણાતોની સમિતિએ તાજેતરમાં જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમને કારણે યમુના નદીના કાંઠાને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ૪૨.૦૨ કરોડ રૃપિયાની જરૃર પડશે. 

Post Comments