Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેપારીઓને ૩૦ જુલાઇ સુધીમાં જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવા કેન્દ્રની તાકિદ

- છેલ્લી તારીખની રાહ જોયા વગર વેપારીઓ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવે

- રૃ. ૨૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા અને જીએસટી વગરની વસ્તુઓ વેચતા વેપારીને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

સરકારે આજે વેપારીઓને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન ૩૦ જુલાઇ સુધી કરાવી લેવાનો આદેશ આપ્યો છે. જો કે ૨૦ લાખ રૃપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા અને જીએસટીમુક્ત વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓને જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવાની જરૃર નથી. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ૧ જુલાઇથી જીએસટીનો અમલ શરૃ થઇ ગયો છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જીએસટી કાયદા મુજબ ૩૦ જુલાઇ, ૨૦૧૭ પહેલા રજિસ્ટ્રેશન કરાવી લેવું જરૃરી છે. વેપારીઓ છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલામાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લે. ટેક્સની રકમ જમા કરવા અને એકત્ર થયેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા માટે જીએસટીનું રજિસ્ટ્રેશન જરૃરી છે.

નાણા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વાર્ષિક૨૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા દરેક વેપારી માટે જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.એક્સાઇઝ, વેટ કે સર્વિસ ટેક્સ ભરનારાઓ જીએસટીઅએન પોર્ટલ પર માઇગ્રેટ થઇ ગયા હોય અને જેમને પ્રોવિઝનલ આઇડી મળી ગયા હોય તેમને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધીમાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનું રહેશે. 

જીએસટીએન પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા કરદાતાઓ જો જીએસટીનું રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા માગતા હોય તો તેમને ૨૨ જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે લોકો માઇગ્રેટ થયા નથી પણ રજિસ્ટ્રેશન માટે લાયક હોય તેમને ૨૨ જુલાઇ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો વર્ષમાં જ્યારે પણ વેપારીનું ટર્નઓવર ૨૦ લાખને પાર કરી જાય તો તે વેપારીને એક મહિનાની અંદર જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
 

Post Comments