Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નામ બદલી નાખવાથી અરૃણાચલ ચીની પ્રદેશ નથી બની જતો : ભારત

- ચીને અરૃણાચલના છ વિસ્તારના નામ બદલ્યા પછી ભારતનો જવાબ

- નામ બદલાની પ્રક્રિયાને ચીને રૃટિન કાર્યવાહી ગણાવી

કોઈ વ્યક્તિ પડોશીનું નામ બદલી નાખે તો તેનાથી પડોશીને કશો ફરક ન પડે : વેંકૈયા નાયડુ
નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
ચીને અરૃણાચલ પ્રદેશ પર પોતાનો દાવો મજબૂત કરવા અરૃણાચલના ૬ વિસ્તારોના નકશા પર નામ બદલી નાખ્યા હતા. ચીન અરૃણાચલને સાઉથ તિબેટ ગણાવે છે. સાઉથ તિબેટના ૬ વિસ્તારના નવા નામો ચીની સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. એ પછી ભારતે આજે વળતો પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે નામ બદલી નાખવાથી કોઈ પ્રદેશ ચીનનો નથી બની જતો. અરૃણાચલ પ્રદેશના ૬ વિસ્તારોના નામ ચીને બદલી નાખ્યા એટલે અરૃણાચલ પ્રદેશ ભારતનો વિસ્તાર મટી નથી જતો તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ.
 
ચીને અગાઉ આ વિસ્તારની નામ બદલીના પગલાને કાયદેસર ગણાવ્યુ હતુ. તાજેતરમાં દલાઈ લામા અરૃણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામા સાથે ચીનને દાયકાઓ જૂનો વાંધો છે. કેમ કે દલાઈ લામ તેમની માતૃભૂમિ તિબેટની સ્વતંત્રતાની માગ કરે છે. માટે ચીન વર્ષોથી દલાઈ લામાનો અવાજ દબાવવા પ્રયાસ કરે છે. બીજી તરફ ૧૯૬૨ના યુદ્ધ પછીથી ચીન સતત એવો દાવો કરતું રહ્યુ છે કે અરૃણાચલ તેમનો વિસ્તાર છે. માટે એપ્રિલ મહિનામાં જ ચીને અરૃણાચલના ૬ પ્રદેશને ચાઈનિઝ ભાષા મેન્ડેરીનના નામ આપી દીધા હતા.
 
ઈન્ફર્મેશન અને બ્રોડકાસ્ટ મિનિસ્ટર વેંકૈયા નાયડુએ પણ જણાવ્યુ હતુ કે અન્ય દેશોને ભારતીય પ્રદેશોના નામો બદલવાનો કોઈ અધિકાર નથી. નાયડુએ વધુમાં ઉમેર્યુ હતુ કે કોઈ વ્યક્તિ પોતાના પડોશીનું નામ બદલે તો તેનાથી પડોશીને શું ફરક પડે? આ તો એવી જ વાત છે. કોઈ ભારતના નામો બદલે તેનાથી આપણને કશો ફરક પડતો નથી. અરૃણાચલ પહેલેથી ભારતનો જ ભાગ છે અને રહેશે. 
 
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યુ કે શું આ દલાઈ લામાને પ્રવેશવા દીધા એ માટે રોષ વ્યક્ત કરવા લેવાયેલું પગલું છે? તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર ચીની અધિકારીએ આપ્યો ન હતો. પરંતુ અધિકારીએ કહ્યુ હતુ કે આ વિસ્તારમાં વસતી ગણતરી ચાલે છે. સાથે સાથે નામ બદલવાની કામગીરી પણ ચાલે છે. માટે આ નામ બદલ્યા છે. હજુ આ વિસ્તારોમાં વધુ સંશોધન થશે અને બીજા વિસ્તારોના નામો પણ બદલાશે.
 
ચીની સરકારે જોકે હાલ નામો બદલવાની ક્રિયાને માત્ર સામાન્ય અનુવાદ ગણાવ્યો છે. ચીને કહ્યુ હતુ કે તિબ્બતી ભાષામાંથી આ નામો અમે મેન્ડેરિનમાં ફેરવી રહ્યાં છીએ. પરંતુ ચીનના ઘણા વિદેશ નીતિ નિષ્ણાતો માને છે કે અરૃણાચલ પર પગદંડો જમાવવાની આ ચીનની ચાલ છે. ચીને આ પ્રદેશોના નામો બદલવા ઉપરાંત એ સબંધિત જુના દસ્તાવેજો કાઢીને જમીન વિવાદ સપાટી પર લાવવાની કામગીરી આરંભી દીધી છે.
 
નકશો બદલવા ગુગલ મેપને ધમકી
ચીન અરૃણાચલ પ્રદેશનો પોતાનો ભાગ બતાવવા માટે અડધી સદીથી બેતાબ છે. પરંતુ જગત સામે કોઈ પ્રદેશ પોતાનો બતાવવા નકશાનો સહારો લેવો પડે. માટે ચીન હવે આગામી પગલાં તરીકે ગૂગલ મેપને ધમકી આપીને અરૃણાચલને ચીનના ભાગ તરીકે રજૂ કરી શકે છે. ગૂગલ મેપે પણ ભૂતકાળમાં ઈતિહાસ તપાસ્યા વગર કેટલાક ભારતીય પ્રદેશોને પડોશી દેશોના ભૂ-ભાગ તરીકે દર્શાવી દેવાની ભુલો કરી હતી. ચીન સેંકડો વર્ષ જૂના નકશા કાઢે તો એ વિસ્તારના નામો જુદા પણ હોઈ શકે. ચીન એ નકશા બતાવવા પણ ગૂગલને ધમકાવી શકે છે. 
 

Post Comments