Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિત્યનાથના મુખ્ય પ્રધાન આવાસનું મંદિરની જેમ શુદ્ધિકરણ કરાયું

- સાત સંતોએ લક્ષ્મી-ગણેશની પુજા કરી

- આવાસના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, શુભ-લાભ અને ઓમને સ્થાન અપાયું

લખનઉ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથે લખનઉ સ્થિત મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને પણ પ્રવેશ કરી લીધો હતો. જોકે તેમના પ્રવેશ પહેલા ગોરખપુરના સાંત સંતોને બોલાવી મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને પુજા કરવામાં આવી હતી.
 
 એક મંદિરમાં થતી પુજા જેવી જ પુજા મુખ્ય મંત્રી આવાસ સ્થાને કરવામાં આવી હતી. સામાન્ય રીતે મુખ્ય પ્રધાન આવાસને એક બિન સાંપ્રદાયિક સ્થળ માનવામાં આવે છે. જોકે યોગી આદિત્યનાથ માટે વિશેષ હિંદુ ધર્મ વીધી અનુસાર પુજાપાઠ કરવામાં આવ્યા હતા. 
 
એક મંદિરની જેમ મુખ્ય પ્રધાન આવાસનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું. આ માટે ગોરખપુર અને અલ્લાહાબાદથી સાત સંતોને બોલાવવામાં આવ્યા હતા. તેઓ ચાલતા મુખ્ય પ્રધાન આવાસે પહોંચ્યા. તેઓએ આવાસનું શુદ્ધિકરણ કરી મુખ્ય દ્વાર પર સ્વસ્તીક દોર્યો હતો.
 
 આ ઉપરાંત ઓમ તેમજ શુભ લાભ લખ્યું હતું. બાદમાં અહીં પ્રાર્થના કરવામાં આવી હતી. એક સંતે કહ્યુ હતું કે અમે ગૃહ પ્રવેશ માટે હિંદુ રીતી રિવાજ અનુસાર લક્ષ્મી અને ગણેશની પુજા કરી, હવે આ ગૃહ શુદ્ધ થઇ ગયું. 
 

Post Comments