Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નરેશ અગ્રવાલનું પક્ષમાં સ્વાગત પણ બેફામ નિવેદનો ન આપે: ભાજપની તાકીદ

- ભાજપમાં જોડાવાની સાથે જ જયા બચ્ચન અંગે નિવેદન ભારે પડયું

- હું મારા શબ્દો પરત લઉ છું, મારો ઉદ્દેશ કોઇની પણ લાગણી દુભાવવાનો ન હતો: અગ્રવાલ:

- જયા બચ્ચનને ફિલ્મમાં નાચનારી કહેતા ભારે વિવાદ થતાં અંતે માફી માગવા પડી

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા,૧૩ માર્ચ 2018, મંગળવાર

સમાજવાદી પાર્ટીથી છેડો ફાડી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર નરેશ અગ્રવાલને જયા બચ્ચન અંગે વિવાદિત ટિપ્પણી કરવી ભારે પડયું છે. તેમણે ગઇકાલે ભાજપમાં જોડાતી વખતે જણાવ્યું હતું કે મારા બદલે ફિલ્મમાં નાચનારી જયા બચ્ચનને ટિકિટ આપનારી પાર્ટી સાથે હું કામ નહીં કરું. વિરોધ પક્ષની સાથે ભાજપના વરિષ્ઠ મહિલા નેતાઓ પણ નરેશ અગ્રવાલના આ નિવેદનની ટીકા કરી રહ્યાં છે.

ભારે વિરોધને પગલે નરેશ અગ્રવાલને આજે સવારે ખેદ વ્યકત કર્યો હતોે.બીજી તરફ ભાજપે પણ નરેશ અગ્રવાલને કારણ વગર નિવેદન આપવાથી બચવાની ચેતવણી આપી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને માહિતી પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ નરેશ અગ્રવાલના નિવેદનની ટીકા કરી હતી.

અંતે નરેશ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે મારા નિવેદનથી જો કોઇની લાગણી દુભાઇ હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. હું કોઇ વિવાદમાં પડવા માગતો નથી. મારા નિવેદનને મીડિયાએ અલગ રીતે રજૂ કર્યો છે. મારો ઇરાદો કોઇને દુઃખ પહોંચાડવાનો ન હતો. હું મારા શબ્દો પરત લઉ છું.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ રાજ્સભાની ટિકિટ ન આપતા નારાજ થયેલા નરેશ અગ્રવાલ સપા છોડી ગઇકાલે ભાજપમાં જોડાયા હતાં. સપાએ નરેશ અગ્રવાલને બદલે અમિતભા બચ્ચનના પત્ની જયા બચ્ચનને રાજ્યસભાની ટિકિટ આપી છે.

Post Comments