Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

AIIMSમાં મુન્નાભાઈ : નકલી ડિગ્રીથી ૧૯ વર્ષનો યુવાન છ માસ સુધી ડોક્ટર રહ્યો

- ૨૦૦૦ ડોક્ટરો હોવાથી ઓળખ મુશ્કેલ : AIIMSનો બચાવ

- અદનાન ખુર્રમ નામના યુવાનના મેડિકલ ક્ષેત્રના નોલેજથી AIIMSના ડોક્ટરો પણ ચોંકી ગયા

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

AIIMSમાં મુન્નાભાઈ ફિલ્મ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ૧૯ વર્ષનો યુવાન છ માસ સુધી AIIMSમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે રહ્યો હતો. નકલી ડિગ્રીધારી આ યુવાનના મેડિકલ ક્ષેત્રના નોલેજથી AIIMSના ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.

અદનાન ખુર્રમ નામનો આ યુવાન પોતાને ડોક્ટર ખુર્શિદ ગણાવતો હતો અને તેની ઓળખ AIIMSના રેસિડેન્ટ ડોક્ટર તરીકે આપતો હતો. તેનું મેડિકલ ક્ષેત્રનું નોલેજ એટલું ઉંડું હતું કે તેના ઉપર છ માસ સુધી કોઈને શંકા પડી ન હતી. રેસિડેન્ટ ડોક્ટર તરીકેની ઓળખ આપતો અદનાન લેબોરેટરી કોટ પહેરીને સ્ટેથોસ્કોપ લટકાવી રાખતો હતો.

આ અંગેનો ખુલાસો AIIMSના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને કર્યો હતો ને આરોપી યુવાનનો ફોટો પણ જારી કર્યો હતો. તે પછી AIIMSના સુરક્ષા સ્ટાફે તેને પકડી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે અદનાન ખુર્રમ નામનો આ આરોપી મેડિકલની ઊંડી જાણકારી ધરાવતો હોવાથી કોઈને શંકા પડી ન હતી.

તેના આટલા ઊંડા જ્ઞાાનથી AIIMSના ડોક્ટરોને પણ આશ્વર્ય થયું હતું. તેણે નકલી ડિગ્રીઓ પણ એ રીતે બનાવી હતી કે તેના અભ્યાસની વિગતો અને પરિણામથી પણ શંકા કરવાને બદલે પ્રભાવિત થવાય તેવી શક્યતા વધુ હતી એમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

AIIMSના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનને એક પત્રમાં આવી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. AIIMS દ્વારા બચાવમાં કહેવાયું હતું કે સંસ્થામાં બે હજાર જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હોવાથી ડોક્ટરો અંદરો અંદર એક-મેકને ઓળખતા પણ હોતા નથી. તે કારણે આવી ગરબડ સર્જાઈ હતી. વળી, આ યુવાને તમામ ડોક્ટરો સાથે ધીમે ધીમે ગાઢ સંબંધો બનાવવાનું શરૃ કરી દીધું હતું એટલે પણ તુરંત તેની ઓળખ છતી થઈ ન હતી.

Post Comments