Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાસુઓ ધારે તો પેઢીઓથી ચાલતી ભૂ્રણ હત્યા અટકાવી શકે : મહિલા દિવસે મોદીનું પ્રવચન

- રાજસ્થાનના ઝુંઝનુંમાં મોદીએ 'બેટી બચાવો બેટી પઢાઓ' મિશનને વિસ્તાર્યું

- રાજસ્થાનના ઝૂંઝનુંમાં વડાપ્રધાન મોદીએ લિંગભેદને દૂર કરવાના પ્રયાસ કરનારા લોકોનું સન્માન કર્યું

- દીકરી બોજ નથી, દીકરી પરિવારની આન, બાન અને શાન છે

- નરેન્દ્ર મોદીએ નવું સૂત્ર આપ્યું, પીએમ એટલે 'પોષણ મિશન'

(પીટીઆઈ)    ઝુંઝનું, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

રાજસ્થાનના ઝુંઝનુંમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ન્યુટ્રિશન મિશન અને બેટી બચાવો, બેટી પઢાવો મિશનનો કાર્યક્રમ કર્યો હતો. એ દરમિયાન તેમણે ભૂ્રણ હત્યા અંગે કહ્યું હતું કે જો સાસુઓ આ મિશન હાથમાં લઈ લેશે તો દેશમાં પેઢીઓથી ચાલતી ભ્રૂણ હત્યાને બહુ ઝડપથી અટકાવી શકાશે.

નરેન્દ્ર મોદીએ નેશનલ ન્યુટ્રિશન મિશન અને બેટી બચાવો, બેટી પઢાવોના મિશનનો વિસ્તાર કરતા કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનના ઝુંઝનુંમાં મહિલા દિવસ નિમિત્તે કહ્યું હતું કે જો સાસુ કહે કે મારે ઘરમાં દીકરી જોઈને ને જોઈએ તો બેટી બચાવવાનું કામ ઘણું સરળ થઈ જશે. દેશમાં પેઢીઓથી થતું પાપ માત્ર એક-બે પેઢીમાં જ અટકાવી શકાશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સાસુઓ આ કામ હાથમાં નહીં લે ત્યાં સુધી આ કામને પૂરું થતાં સમય લાગશે. પરંતુ જો સાસુઓ ધારશે તો કામ ઘણું ઝડપથી થઈ શકશે.

દીકરીઓનું મહત્વ કહેતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોદીએ કહ્યું કે દીકરી ક્યારેય બોજ બનતી નથી. દીકરી તો પરિવાર માટે આન, બાન અને શાન છે.

વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાંથી દેશના નવ હજાર કરોડના રાષ્ટ્રીય પોષણ મિશનનો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે પોષણ માટે નવું સૂત્ર આપતા કહ્યું કે હવે જ્યારે પીએમ શબ્દ સાંભળો ત્યારે એમ ન વિચારશો કે તેનો અર્થ પ્રાઈમ મિનિસ્ટર છે. ત્યારે એમ વિચારજો કે પીએમ એટલે પોષણ મિશન.

સભામાં હાજર ઘણી નાની બાળકીઓ સાથે મોદીએ વાતો કરી હતી. કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યા હતા. વસુંધરા રાજેએ મોદીને એક પુસ્તક ગિફ્ટ કર્યું હતું. એ પછી મોદીએ લિંગભેદનો નાશ કરવામાં જે લોકોએ યોગદાન આપ્યું છે તેને સન્માનીત કર્યા હતા. જેમાં ઝુંઝનું જિલ્લા સહિતના ૧૦ કલેક્ટરનો પણ સમાવેશ થતો હતો, જેમણે બેટી બચાવવામાં ખૂબ જ સક્રિય ભાગ ભજવ્યો હતો.

વસુંધરા રાજેએ કહ્યું કે રાજ્યમાં ઘણાં કલેક્ટરોએ દીકરીઓને દત્તક લઈને તેમને આગળ વધારવામાં મદદ કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમણે ૩૦૦ દીકરીઓને દત્તક લઈને તેમને મદદ કરી છે. કાર્યક્રમમાં હાજર મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે વર્તમાન સરકારે બેટી બચાવો મિશન અંંતર્ગત  લિંગભેદને દૂર કરવામાં ઘણું કામ કર્યુું છે. આગામી દિવસોમાં સરકાર એ માટે ખૂબ કામ કરશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

મોદીએ યાદ કર્યા તે કુંવરબાઈ કોણ છે?

નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ નિમિત્તે છત્તીસગઢના કુંવરબાઈને યાદ કર્યા હતા. મોદીએ ટ્વિટ કર્યું કે ૧૦૬ વર્ષની વયે હમણાં જ જેમનું નિધન થયું તે કુંવરબાઈએ મને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે તેમની બકરીઓ વેંચીને ૨૨ રૃપિયામાં છત્તીસગઢના કોટાભરી ગામમાં તેમણે પહેલું ટોઈલેટ બનાવ્યું હતું. મોદીએ કુંવરબાઈ સાથેની તેમની તસવીર પણ શેર કરી હતી. તેમણે લખ્યું કે સ્વચ્છ ભારત મિશનમાં કુંવરબાઈનું યોગદાન ક્યારેક ભૂલી શકાશે નહીં. મોદીએ ટ્વિટ કરીને લોકોને વિનંતી કરી કે તમને જે મહિલાઓએ પ્રેરણા આપી હોય એના વિશે શી ઈન્સ્પાયર મીના હેશટેગથી ટ્વીટ કરજો.

મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં!

મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે વિરોધ ઉઠયો હતો. કેટલાક લોકોએ વસુંધરા રાજેને કાળા વાવટા દેખાડયા હતા. વસુંધરા રાજેએ બજેટમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને યુવાનોને નોકરીઓની ખાતરી આપી છે છતાં તેની સામે જનાક્રોશ દેખાયો હતો. વસુંધરા રાજે મુર્દાબાદના નારા પણ દેખાવકારોએ લગાવ્યા હતા. વડાપ્રધાનની હાજરીમાં મુખ્યમંત્રી રાજે સામે નારેબાજી થઈ હતી. મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં જેવા નારા લગાવ્યા હતા. વસુંધરા રાજે સભાને સંબોધવા માટે ઊભા થયા ત્યારે પણ સભામાંથી કેટલાક યુવાનોએ નારેબાજી કરી હતી.

Post Comments