Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડા પ્રધાન માટે વિવેક ના દાખવનાર જવાનનો પગાર કાપવા મોદીની ના

- રાબેતા મુજબની ડ્રીલમાં BSFના જવાને વડા પ્રધાન માટે 'મોદી પ્રોગ્રામ'શબ્દ પ્રયોગ કર્યો હતો

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૭ માર્ચ 2018, બુધવાર

એક રાબેતા મુજબની ડ્રીલમાં વડા પ્રધાન મોદી પ્રત્યે નામ ના દાખવનાર BSF  ના જવાનને સજારૃપે તેનો પગાર કાપી લેવામાં આવ્યો હતો. પરંતુ આ હરકત પ્રત્યે નારાજગી દર્શાવનાર મોદીએ દરમિયાનગીરી કરતાં તેની સજાને તાત્કાલિત પાછી ખેંચી લેવામાં આવી હતી.

જવાનનો એક સપ્તાહનો પગાર પાછો આપવામાં આવ્યો હતો. મોદીએ BSF  ને તાત્કાલિક અસરથી એ ઓર્ડર પાછો ખેંચવા ઓર્ડર કર્યો હતો. BSF  ની ૧૫મી બટાલિયનનાં  જવાન સંજીવ કુમારને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં મૂકવામાં આવ્યો હતો.

૨૧ ફેબુ્રઆરીએ રાબેતા મુજબની હાજરી-રોલકોલ-માં હજારી આપતાં જવાને 'મોદી પ્રોગ્રામ'શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને કમાન્ડીંગ ઓફિસરે પકડી પાડયો હતો. યુનિટના સીઓ કમાન્ડન્ટ અનુપ લાલ ભગતે સાત દિવસનો પગાર કાપી લેતો ઓર્ડર જારી કર્યો હતો. વડા પ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ બદલ તેને સજા કરવામાં આવી હતી, એમ ફોર્સના અધિકારીઓએ કહ્યું હતું.

'આ બાબતે વડા પ્રધાને નારાજગી વ્યક્ત કરી હતી અને ફોર્સને તાત્કાલિક અસરથી એ સજા દૂર કરી આખો પગાર આપવા આદેશ કર્યો હતો. ઓર્ડર પર અમલ કરવામાં આવ્યો હતો અને સબંધિત અધિકારીને  ફરીથી આવી રીતે સજા નહીં આપવા ચેતવણી આપવામાં આવી હતી'એમ  BSF  ના પ્રવકતાએ કહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે જે ડ્રીલમાં કુમારને હાજરી આપવાની થતી હતી તેને સંજીવે મોદી પ્રોગ્રામ નામ આપ્યું હતું.

Post Comments