Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ-6'માં જોવા મળશે ભારતનુ આ રાજ્ય

- જાણો ફિલ્મના ડિરેક્ટરે ભારતમાં ટોમ ક્રૂઝના ફેન્સ માટે શું કહ્યું

નવી દિલ્હી, તા. 12. જૂન, 2018 ગુરુવાર

હોલીવૂડ સ્ટાર ટોમ ક્રુઝની હોલીવુડ ફ્રેન્ચાઈઝી મિશન ઈમ્પોસિબલ સીરીઝની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-6 27 જુલાઈએ આખી દુનિયામાં રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ અને ભારતનુ રસપ્રદ કનેકશન બહાર આવ્યુ છે.ભારતમાં આ ફિલ્મના ચાહકોનુ એક્સાઈટમેન્ટ વધારે તેવી વાત એ છે કે ફિલ્મની શરુઆત અને ક્લાઈમેક્સમાં કાશ્મીર જોવા મળશે.

જોકે નિરાશાનજક વાત એ છે કે કાશ્મીર બતાવવા માટે ન્યુઝીલેન્ડમાં આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.કારણકે કાશ્મીરમાં શૂટિંગ કરવાનુ શક્ય બન્યુ ન હતુ.

ફિલ્મના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મેક્વાયરનુ કહેવુ છે કે અમે ભારતમાં જ શૂટિંગ કરવા માંગતા હતા પણ અમે જે રીતે વિચાર્યુ હતુ તે શક્ય બન્યુ ન હતુ.

આખરે અમારે ન્યુઝીલેન્ડમાં કાશ્મીર દર્શાવવા માટે સેટ ઉભો કરવો પડ્યો હતો. હવે જ્યારે આ ફિલ્મ રિલિઝ થશે ત્યારે તેમાં બતાવાયેલુ કાશ્મીર જોઈને ભારતના દર્શકો ચોક્કસ પણે ખુશ થઈ જશે.

ફિલ્મમાં એક હેલિકોપ્ટર સીન પણ કાશ્મીરના બેકગ્રાઉન્ડમાં છે. અમને ભારતીય ટચ આપવો ગમતો હોવાથી આ ફિલ્મમાં પણ ભારનતે સામેલ કર્યુ છે.

Post Comments