Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વયંસેવકો પર વિશ્વાસ છે તો સુરક્ષા માટે કમાન્ડો કેમ રાખ્યા છે ?: માયાવતી

- મોહન ભાગવતના સેના વિશેના નિવેદનનો માયાવતીનો વળતો પ્રહાર

- RSS હવે સામાજિક સંગઠન ન રહીને રાજકીય સંગઠન બની ગયુ છે: માયાવતી

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2018 મંગળવાર

બસપા સુપ્રીમો માયાવતીએ RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા સેનાની તુલના સ્વયંસેવકો સાથે કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે મોહન ભાગવતને પોતાના સ્વયંસેવકો પર આટલો બધો વિશ્વાસ છે તો તેમણે સુરક્ષા માટે સરકારી ખર્ચ પર વિશેષ કમાન્ડો કેમ રાખ્યા છે?

RSS પ્રમુખે મુઝફ્ફરનગરમાં સ્વયંસેવકોની એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે અમે સેના સંગઠન નથી. પરંતુ સેના જેવી શિસ્ત અમારામાં છે. જો દેશને જરૂર પડે અને દેશનું બંધારણ, કાયદો કહે તો સેના તૈયાર કરવા માટે છ-સાત મહિના લાગશે. સંઘના સ્વયંસેવકને લેશે તો ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. આ અમારી ક્ષમતા છે.

બસપા સુપ્રીમોએ કહ્યું કે આવા સમયે જ્યારે સેનાને વિભિન્ન પ્રકારના પડકારના સામનો કરવો પડી રહ્યો છે. મોહન ભાગવતનું નિવેદન સેનાના મનોબળને ઓછુ કરનાર છે. આની પરવાનગી તેમને આપવામાં આવશે નહીં.

માયાવતીએ આરએસએસ પ્રમુખ સાથે પોતાના નિવેદન માટે દેશની માફી માંગવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે આરએસએસ હવે સામાજિક સંગઠન ન રહીને રાજકીય સંગઠનમાં પરિવર્તિત થઈ ગયુ છે. જે ભાજપની રાજનીતિ કરવામાં વ્યસ્ત દેખાય છે.

Post Comments