Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંકટમોચન ભારતને પડતું મૂકીને માલદીવે પાકિસ્તાન અને ચીનની મદદ માગી

- સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રમુખને છોડી મુક્યા હતા ત્યારે સર્જાયેલી કટોકટીનો વિવાદ

- અમે ભારતની પણ મદદ માગી હતી પણ ભારત સરકારે રાજદુતને ન મોકલવાનું કહ્યું : માલદીવના પ્રમુખનો દાવો

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

માલદીવમાં કટોકટીની સ્થિતિ વચ્ચે માલદીવે પોતાના સાથી દેશ ભારતને છોડીને પાકિસ્તાન અને ચીનની મદદ માગી હતી. આ અંગે વિવાદ થતા ના પ્રમુખ અબ્દુલ્લા યમીને જણાવ્યું હતું કે અમારા વિદેશ પ્રધાનને અમે ભારતની મદદ લેવા માટે સ્પેશિયલ એન્વોય તરીકે મોકલવાના હતા પણ ભારત તરફથી સમય જ ન અપાયો.

માલદીવમાં રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી દીધી હતી, પૂર્વ પ્રમુખ અને અન્ય આરોપીઓને સુપ્રીમ કોર્ટે છોડી મુકતા રાષ્ટ્રપતિએ આ અંતીમ પગલુ ભર્યું હતું. જ્યારે પણ માલદીવમાં આવી સ્થિતિ ઉભી થાય છે ત્યારે ભારતની મદદ લે છે. આ વખતે પણ માલદીવે આવી જ મદદ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. માલદીવે સાથે એમ પણ દાવો કર્યો હતો કે અમે પાકિસ્તાન, ચીન, સાઉદી અરેબિયા જેવા દેશોમાં અમારા રાજદુતને મોકલ્યા હતા, અમે ભારતમાં પણ મદદની અપીલ કરી હતી પણ ભારતે રાજદુતને મળવાનો સમય નહોતો આપ્યો.

અમને એવી માહિતી આપવામા આવી કે વડા પ્રધાન એક સપ્તાહ માટે યુએઇના પ્રવાસે જવાના છે જ્યારે વિદેશ પ્રધાન હાલ દેશમાં નથી. માલદીવે દાવો કર્યો હતો કે અમારા જેટલા પણ રાજદુતને અન્ય દેશોની મદદ માટે મોકલવામાં આવ્યા તેમાં અમારી પ્રાથમીક્તા પહેલા ભારત હતું. ભારત પાસે મદદ માટે અમે અમારા રાજદુતને આઠમી ફેબુ્રઆરીએ મોકલવાના હતા,

જોકે ભારત સરકાર દ્વારા અમને રાજદુતને મોકલવામાં ન આવે તેવો જવાબ આપવામાં આવ્યો. જેને પગલે અમે ભારત પાસેથી મદદ માગવાનું બાદમાં ટાળ્યું હતું. માલદીવે દાવો કર્યો હતો કે જો આ બેઠક થઇ હોત તો બન્ને દેશો માટે સારુ ગણાત. નોંધનીય છે કે અગાઉ રાજીવ ગાંધીની સરકાર સમયે પણ માલદીવમાં કટોકટીની સ્થિતિ પેદા થઇ ગઇ હતી.

Post Comments