Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધુ કોડાને ત્રણ વર્ષની જેલ અને ૨૫ લાખના દંડના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે, જામીન મંજુર

- કોલસા કૌભાંડના કેસમાં મધુ કોડાને હાઇકોર્ટની રાહત

- ૨મી જાન્યુઆરી સુધી જામીન પર છુટેલા મધુ કોડા દેશની બહાર નહીં જઇ શકે, સીબીઆઇએ જામીનનો વિરોધ ન કર્યો

નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાને કોલસા કૌભાંડમાં ત્રણ વર્ષની જેલ ફટકારવામાં આવી હતી, સાથે ૨૫ લાખ રૃપિયાનો દંડ પણ કરાયો હતો. આ બન્ને કાર્યવાહી સામે મધુકોડાએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેને પગલે હાઇકોર્ટે હાલ નીચલી કોર્ટના આ બન્ને આદેશો પર સ્ટે મુક્યો છે. સાથે આ અપીલમાં સીબીઆઇ પાસેથી પણ કોર્ટે જવાબ માગ્યો છે.

જસ્ટિસ અનુ મલ્હોત્રાએ કોડા પર સીબીઆઇ કોર્ટે જે ૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો તેના પર પણ સ્ટે આપ્યો છે. આ સાથે જ મધુકોડાને જામીન પર છોડવામાં આવ્યા હતા. જોકે હાઇકોર્ટે એક શરત પણ મુકી હતી, જે મુજબ મધુકોડાને આ મહિને આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન મળશે અને આ જામીન દરમિયાન તેઓ દેશ નહીં છોડી શકે.

મધુકોડાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને નીચલી કોર્ટે જે સજા તેમજ દંડનો આદેશ કર્યો હતો તેને રદ કરવાની માગણી કરી હતી. હાલ આ આદેશને કોર્ટે રદ તો નથી કર્યો પણ તેના પર સ્ટે મુક્યો છે. તેથી હવે જ્યાં સુધી આગામી સુનાવણી હાથ ન ધરાય ત્યાં સુધી આ કેસનો નિકાલ નહીં આવે. આગામી ૨૨મી તારીખ સુધી મધુકોડાને હાલ જામીન પર છોડવામાં આવ્યા છે.

૨૨મીએ હાઇકોર્ટ આ સમગ્ર મામલે સીબીઆઇ પાસેથી જવાબ માગશે. આ દરમિયાન મધુકોડાએ પણ હાઇકોર્ટમાં હાજર રહેવુ પડશે. મધુકોડાને જ્યારે જામીન આપવામાં આવ્યા ત્યારે સીબીઆઇએ તેનો કોર્ટમાં વિરોધ નહોતો કર્યો.

Post Comments