Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાય તેવી શક્યતા

- એક દેશ એક ચૂંટણીના મિશન પર કેન્દ્ર સરકાર આગળ વધતી હોવાની અટકળો

- ડિસેમ્બર-૨૦૧૮માં ૧૦ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે છ માસ વહેલી લોકસભાની ચૂંટણી કરાવી નાખવા

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

એક દેશ એક ચૂંટણીની વ્યવસ્થાની તરફેણ ભાજપે અગાઉ પણ કરી હતી. લોકસભાની આગામી ચૂંટણીમાં એ મિશન હાથ ધરાય એવી અટકળો તીવ્ર બની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોની સાથે લોકસભાની ચૂંટણી કરી નાખવાનું આયોજન હાથ ધરાયું હોવાનું મનાય છે. લોકસભાની આગામી ચૂંટણી ૨૦૧૯ના મધ્યમાં થવાની છે, પણ ભાજપે ૨૦૧૪માં સત્તા સંભાળી પછી એક વખત વડાપ્રધાન મોદીએ એક દેશ એક ચૂંટણીનું મિશન હાથ ધરવું જોઈએ એવી હિમાયત કરી હતી. એવું થાય તો દેશમાં બધી જ ચૂંટણી એક જ વખતમાં પૂરી થાય અને અલગ અલગ ચૂંટણીઓ પાછળ ખર્ચાતા નાણામાં કાપ મૂકી શકાય.

આગામી લોકસભાની ચૂંટણી થોડી વહેલી કરાવવામાં આવે તો એ મિશન તરફ એક ડગલું આગળ વધી શકાય તેમ છે. એ હિસાબે આગામી લોકસભાની ચૂંટણી ધારણા કરતા છ માસ પહેલાં એટલે કે ૨૦૧૮ના ડિસેમ્બરમાં કરાવી નાખવાની અટકળો તીવ્ર બની છે. આ વર્ષે આઠેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં ચૂંટણી થાય એ વખતે જ લોકસભાની ચૂંટણી ગોઠવીને એક દેશ એક ચૂંટણીનું મિશન આગળ વધારવાનું સરકારનું આયોજન હોવાનું સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવાયું હતું.

એ માટે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની સરકારો વહેલી ચૂંટણી કરાવવા તૈયાર છે. આ રાજ્યોમાં ૨૦૧૯માં ચૂંટણી થવાની છે. બીજી તરફ જે રાજ્યોમાં ૨૦૧૮માં ચૂંટણી થવાની છે, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોની સાથે બિહાર પણ ચૂંટણી યોજવા તૈયાર છે. આંધ્રપ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રીઓને વહેલી ચૂંટણી કરાવવા મનાવાઈ રહ્યા છે. સિક્કિમ પણ પાંચ-છ માસ વહેલી ચૂંટણી કરાવવા તૈયાર થાય તો ઘણાં ખરા રાજ્યોમાં ચૂંટણી આવે અને ત્યારે જ લોકસભાની ચૂંટણી યોજાય જાય તો એક દેશ એક ચૂંટણીના મિશન તરફ ખૂબ જ મહત્વનું પગલું બની રહે.

આ પાછળ ખર્ચ બચાવવાની એક ગણતરી ઉપરાંત એક લહેર, એક ચૂંટણી મુદ્દાની અસર રાજ્યોની ચૂંટણીમાં પણ કરાવી શકાય તે પણ હોઈ શકે. વળી, રાજ્યસભામાં બહુમતી આવતા સમય લાગે છે તેના બદલે વિધાનસભાની ચૂંટણીઓ એક જ સમયપત્રક પ્રમાણે થાય તો એ વિસંગતતા પણ લાંબાંગાળે દૂર કરી શકાય. જો એવું થાય તો લોકસભામાં જે પક્ષને પૂર્ણ બહુમતી તો તેની રાજ્યસભામાં પણ એ જ વખતે સ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ શકે છે.

Post Comments