Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૃત્યુદંડ માટે ફાંસીને બદલે ઇલેક્ટ્રિક શોક, ઝેરી ઇન્જેકશનની હિમાયત

- ફાંસીની વર્તમાન પ્રણાલીને બદલવા સુપ્રીમમાં સુનાવણી

- સુપ્રીમે કેન્દ્રને છ સપ્તાહમાં તેમનો જવાબ રજૂ કરવા તાકીદ કરી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સુપ્રીમ કોર્ટમાં અત્યારે ફાંસીની સજા પામેલા કેદીને સજાનો અમલ કયા પ્રકારે કરવો તે અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં ફાંસીની વર્તમાન પ્રણાલીના (હેંગ ટીલ ડેથ) સ્થાને અન્ય રીતો અપનાવવા હિમાયત કરાઇ છે. સુપ્રીમે સરકારને તેનો પ્રતિભાવ આપવા માટે છ સપ્તાહનો સમય આપ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચૂડ સમક્ષ ફાંસીની સજાનો આ મામલો ચાલી રહ્યો છે. જેમાં સુપ્રીમ પાસે વકિલ ઋષી મલ્હોત્રાએ બંધારણની જીવન જીવવાના અધિકારની કલમ ૨૧ ટાંકીને એવી માંગ કરી છે કે વિપરીત સંજોગોમાં મુકાયેલા વ્યકિતને સજાને કારણે જીવવાની શક્યતા ન રહે તે સંજોગોમાં તેનું મૃત્યુ શાંતિપૂર્ણ હોય તે જરૃરી છે. તેમણે વર્તમાન પ્રથાને ઘાતકી, અમાનવિય અને ક્રૂર ગણાવી છે.

હાલ કેદીને અંધારી ઓઢાડી, ગાળીયો ગળામાં પહેરાવીને પગ નીચેનો આધાર ખેંચી લેવાથી તે મૃત્યુ પામે છે પણ તે પહેલા તે ૪૦ મિનિટ સુધી રીબાયા બાદ મૃત્યુ થાય છે. અને ત્યારે સજા પૂર્ણ ગણાય છે. મલ્હોત્રાની દલીલ એવી છે કે સૈકાઓ જુની આ પ્રથાના સ્થાને ગુનેગાર રીબાય નહીં અને તત્કાલ મૃત્યુ પામે તેવી પદ્ધતિનો અમલ થાય તે જરૃરી છે.

જેમ કે ઇલેકટ્રીક શોકથી મૃત્યુ આપવું. નસમાં ઘાતક ઇંજેકશનથી મૃત્યુ આપવું, ગોળી મારીને મૃત્યુ આપવું આ ત્રણે રીતમાં ગુનેગારમાં મૃત્યુ માટે પાંચ મિનિટથી વધુ સમય થતો નથી. વળી પીડાનું પ્રમાણ પણ ઓછું હોય છે. તે સંજોગોમાં ગાળીયો નાખીને સજા કરવાના સ્થાને મૃત્યુ દંડ માટે આ ત્રણ પૈકી કોઇ રીત અપનાવી શકાય.

તેમાં મૃત્યુદંડ કેટલા દેશોએ રદ્દ કર્યો, કયા દેશમાં ફાંસી કેમ અપાય છે તેના ઉલ્લેખ સાથે સુપ્રીમને યોગ્ય કરવા વિનંતી કરાઇ છે. કેમ કે આ સજા કરે કોઇપણ કોર્ટ પણ તેને બહાલ (યથાવત) રાખવાનો અધિકાર હાઇકોર્ટ અને સુપ્રીમને છે. તેમની મંજૂરી વીના આપણા દેશમાં 'કેપીટલ પનિશમેન્ટ' થઇ શકતી નથી.

Post Comments