Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગૂગલે આજે અનસૂયા સારાભાઈનું બનાવ્યુ ડૂડલ

- જાણો કોણ છે અનસૂયા સારાભાઈ?

- મજૂરો વતી લડાઈ લડનાર સામાજીક સેવકને ગૂગલની સલામ

અમદાવાદ, તા. 11 નવેમ્બર 2017, શનિવાર

આજે ગૂગલે મજૂરો માટે લડાઈ લડનાર સામાજીક સેવક અનસૂયા સારાભાઈનું ડૂડલ બનાવ્યૂ છે. તેમણે વણકરો અને ટેક્સટાઈલ ઉદ્યોગના મજૂરોના હકની લડાઈ લડવા માટે 1920માં મજૂર સંઘની સ્થાપના કરી હતી, જે ભારતના ટેક્સટાઈલ મજૂરોનું સૌથી મોટું અને જૂનું યૂનિયન છે.

અનસૂયા સારાભાઈનો જન્મ 11 નવેમ્બર, 1885ના રોજ અમદાવાદમાં સારાભાઈ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સારાભાઈ હતુ અને માતાનું નામ ગોદાવરીબા. તેમનો પરિવાર ઘણો સંપન્ન હતો કારણકે સારાભાઈ ઉદ્યોગપતિ હતા. જ્યારે અનસૂયા નવ વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું. ત્યારપછી તેમના ભાઈ અંબાલાલ સારાભાઈ અને તેમને એક કાકા પાસે રહેવા મોકલી દેવામાં આવ્યા.

13 વર્ષની ઉંમરમાં તેમના બાળલગ્ન થયા જે સફળ ન થયા. ભાઈની મદદથી 1912માં મેડિકલ ડિગ્રી લેવા માટે તે ઈંગ્લેન્ડ ગયા પણ પછીથી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. ભારત પાછા આવીને તેમણે મહિલાઓ અને સમાજના ગરીબ વર્ગ માટે કામ કર્યું.

જ્યારે તેમણે 36 કલાકની શિફ્ટ પછી થાકીને ઘરે આવતી મજૂર મહિલાઓને જોઈ તો તેમણે મજૂર આંદોલન કરવાનો નિર્ણય કર્યો. 1914માં અમદાવાદમાં હડતાલ દરમિયાન ટેક્સટાઈલ મજૂરોને સંગઠિત કરવામાં મદદ કરી. 1918 દરમિયાન એક મહિનો ચાલનારી હડતાલમાં શામેલ હતા. વણકર પોતાની મજૂરીમાં 50 ટકા વધારાની માંગ કરી રહ્યા હતા.

ગાંધીજીએ પણ મજૂરો તરફથી હડતાલ કરવાની શરુઆત કરી અને આખરે મજૂરોને 35 ટકા વધારો મળ્યો. ત્યારપથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. અનસૂયાને પ્રેમથી લોકો મોટાબેન કહીને બોલાવતા હતા. 1972માં તેમનું અવસાન થયુ હતુ.

Post Comments