Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નીતિ આયોગના હેલ્થ ઈન્ડેક્ષમાં કેરળ પ્રથમ ક્રમે, ઉ.પ્રદેશ તળિયે

- નાના રાજ્યોની યાદીમાં મિઝોરમનો હેલ્થ ઈન્ડેક્ષ ટોચ ઉપર

- કેરળ પછી પંજાબ, તમિલનાડુ, ગુજરાતનો સારો દેખાવ : રાજસ્થાન, બિહાર, ઓડિશાનો નબળો દેખાવ

કેરળને ૭૬.૫૫ પોઈન્ટ્સ મળ્યા, ઉત્તર પ્રદેશને માત્ર ૩૩.૬૯ : સ્વાસ્થ્ય સવલત મુદ્દે બંને રાજ્યો વચ્ચે મોટો તફાવત
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

નીતિ આયોગ દ્વારા દેશભરના રાજ્યોનો અભ્યાસ કરીને હેલ્થ ઈન્ડેક્ષ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કેરળનો દેખાવ સૌથી સારો અને ઉત્તર પ્રદેશનો દેખાવ સૌથી નબળો હતો. નાના રાજ્યોના ઈન્ડેક્ષમાં મિઝોરમે મેદાન માર્યું હતું. નીતિ આયોગના હેલ્થ ઈન્ડેક્ષમાં કેરળની સ્થિતિ સૌથી સારી હોવાનું કહેવાયું હતું. મોટા રાજ્યોના હેલ્થ ઈન્ડેક્ષમાં ઉત્તર પ્રદેશનો દેખાવ સૌથી નબળો રહ્યો હતો. એ પછી રાજસ્થાન, બિહાર, ઓડિશાનો દેખાવ પણ નબળો ગણાવાયો હતો.

કેરળ ઉપરાંત પંજાબ, તમિલનાડુ અને ગુજરાતનો હેલ્થ ઈન્ડેક્ષ ઉજળો ગણાવાયો હતો. નાના રાજ્યોના ઈન્ડેક્ષમાં મિઝોરમને ટોચનો ક્રમ અપાયો હતો. એ પછી મણીપુર અને ગોવાનો સમાવેશ થતો હતો. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે આ ઈન્ડેક્ષ જે તે રાજ્યોના સ્વાસ્થ્યના પ્રદર્શનને સુધારવા માટે ખૂબ મદદરૃપ બને છે અને તેનાથી રાજ્યોને તેની હેલ્થ સંબંધી પોલિસી આગળ વધારવાનું દિશાસૂચન મળે છે.

નીતિ આયોગે કહ્યું કે જે રાજ્યો પાસે શીખવા જેવું છે એમની પાસેથી નબળો દેખાવ કરનારા રાજ્યો શીખી શકે છે. તેમની પોલિસીનો અભ્યાસ કરીને પોતાના રાજ્યોમાં તેનો અમલ કરાવી શકે છે. એ માટે ય આ હેલ્થ ઈન્ડેક્ષ બહુ ઉપયોગી સાબિત થશે.

આ ઈન્ડેક્ષ માટે નીતિ આયોગે ૭૩૦ જિલ્લાની હોસ્પિટલોનો અભ્યાસ કર્યો હતો. તેના આધારે આ અહેવાલ રજૂ કરાયો હતો. અહેવાલને ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવ્યો હતો. મોટા રાજ્યો, નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો. એ ત્રણ ભાગ પ્રમાણે ટોચના અને તળિયાનો ક્રમ અપાયો હતો. ઉત્તર પ્રદેશ અને કેરળાના હેલ્થ મેનેજમેન્ટ વચ્ચે બહુ મોટો તફાવત દર્શાવાયો હતો. આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશને ૩૩.૬૯ પોઈન્ટ્સ મળ્યા હતા. તો કેરળને ૭૬.૫૫ પોઈન્ટ્સ મળ્યા હતા.

Post Comments