Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીમાં એલજીના વિરોધની ઐસીતૈસી : કેજરીવાલે રાશનની ડોરસ્ટેપ યોજનાને અમલમાં મૂકી

- સુપ્રીમના ચુકાદા પછી કેજરીવાલનો નિર્ણય

- સુપ્રીમના ચુકાદા પછી આ યોજનામાં ઉપ રાજ્યપાલની મંજૂરી જરૃરી નથી : આપ

ગૃહ મંત્રાલયના ૨૦૧૫ના જાહેરનામાં મુજબ દિલ્હી વિધાનસભાના કાર્યક્ષેત્ર બહારની સેવાઓ અંગે દિલ્હી સરકાર પાસે કોઇ સત્તા નથી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 જુલાઇ, 2018, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે  દિલ્હીમાં ઉપ રાજ્યપાલ નહીં પણ મુખ્યપ્રધાન જ અસલી બોસ હોવાનો ચુકાદો આપ્યાના બે દિવસ પછી કેજરીવાલે ઉપ રાજ્યપાલના વાંધાઓને ફગાવી રાશનની ડોરસ્ટેપ ડિલવીરી યોજનાને મંજૂરી આપી દીધી છે.

કેજરીવાલે ખાદ્યાન્ન વિભાગને આ યોજનાનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે ઘરે રાશન પહોંચાડવાની દિલ્હી સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ યોજનાનો અમલ શરૃ કરતા પહેલા કેન્દ્રની મંજૂરી લેવાના નિર્દેશ આપ્યા હતાં.

કેજરીવાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે રાશનની ડોરસ્ટેપ ડિલીવરી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંગે ઉપ રાજ્યપાલે રજૂ કરેલા તમામ વાંધાઓને ફગાવી દેવામાં આવ્યા છે. ખાદ્યાન્ન વિભાગને યોજનાનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

ખાદ્યાન્ન વિભાગે દરરોજ મને આ યોજનાના અમલીકરણ અંગેની માહિતી આપવી પડશે. નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાના નેતૃત્ત્વમાં મળેલાી એક્પેન્ડિચર ફાઇનાન્સ કમિટીની બેઠકમાં અન્ય બે નિર્ણયને પણ મંજૂરી આપી હતી. આ બે નિર્ણયમાં સિગ્નેચર બ્રિજનો છેલ્લો હપ્તો અને દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીના હોસ્ટેલના નિર્માણનો સમાવેશ થાય છે.

રાશનની ડોરસ્ટેપ ડિલીવરી યોજના અંગે સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કેબિનેટે આ યોજનાને અગાઉ જ મંજૂરી આપી દીધી હતી અને ઉપ રાજ્યપાલની મંજૂરી માટે મોકલી હતી. દિલ્હીની આપ સરકારે જણાવ્યું છે કે બે દિવસ પહેલાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દિલ્હી સરકારે ઉપ રાજ્યપાલની મંજૂરી લેવાની જરૃર નથી.

Post Comments