Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીર પોલીસે ગત વર્ષે ૧૮૦૦૦ બુલેટપ્રુફ જેકેટ ૫૫૦ વાહનો ખરીદ્યા : ડી.જી.પી.

- પોલીસના રક્ષણ માટે ૨૩ હજાર જેટલી બુલેટપ્રુફ 'પાઘડી' પણ ખરીદી

(પીટીઆઈ)    જમ્મુ, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

જમ્મુ કાશ્મીર પોલીસે ૨૦૧૭માં ૧૭,૦૦૦ બુલેટપ્રુફ જેકેટ અને ૫૫૦ વાહનો ખરીદ્યા હતા. તેમ પોલીસ વડા (ડી.જી.પી.) એસ.પી. વૈદ્યે માહિતી આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે આ ગાળામાં ૨૩૦૦૦ બૂલેટપ્રુફ પાઘડીઓ પણ ખરીદવામાં આવી હતી. પોલીસ તેમજ અધિકારીઓ રાજ્યમાં સરળતાથી આવ-જા કરી શકે તે માટે આ વાહનોની ખરીદી કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ૧૮,૧૦૦ બુલેટપ્રુફ જેકેટની ખરીદી સામે ૬૧૦૦ જેકેટ્સ તૈયાર થઈને આવી ગયા છે તેમજ તેને કર્મચારીઓમાં વિતરણ કરી દેવાયું છે. ૨૩૦૦૦ બૂલેટપ્રુફ પટકા (પાઘડી)ની ખરીદી સામે ૧૨૦૦૦ની ડીલીવરી મળી છે. તેમાંથી ૭૫૦૦નું વિતરણ કરી દેવાયું છે.

વૈદ્યે પોલીસની સુવિધા માટે થઈ રહેલી વ્યવસ્થાની વિગત આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આશરે રૃ. ૨૪૦૦ કરોડની ફાળવણી ગૃહ મંત્રાલય મારફત કરી છે. જેમાંથી પોલીસ માટે રહેણાંકી વસાહત ઉભી કરાશે જેમાં ૩૦૦૦ મકાન શ્રીનગર અને ૨૦૦૦ મકાન જમ્મુમાં તૈયાર કરવામાં આવશે.

Post Comments